મણિનગર મેડિકલ એસોસિએશન દ્વારા પ્રસ્તુત ડિજિટલ ઈવેન્ટમાં સૌ પ્રથમ વખત સમગ્ર વિશ્વના કલ્યાણ માટે ૧૦૮ ગાયત્રી મંત્રનો જાપ.ઓનલાઇન વિડિઓ કોન્ફરન્સ દ્વારા, જ્યાં અનેક લોકો Live થશે. ૩૧મી મે, રવિવાર સાંજે.

સમાચાર

કાર્યક્રમ માં ભાગ લેનાર દરેક વ્યક્તિ એ કાર્યક્રમ પહેલા મોબાઈલ, લેપટોપનું સેટિંગ જોઈ લેવા વિનંતી કરવામાં આવે છે. દા. ત. પૂજા નો સામાન, ઘર માં જે જગ્યા એ બેસવાનું છે ત્યાં સપ્રમાણ લાઈટ છે કે કેમ, લેપટોપ મોબાઈલ નું સેટિંગ પણ એવી રીતે કરવું જેથી કરીને ફોટો પણ કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થિત દેખાય. આટલા મુદ્દા નું ધ્યાન સૈા મિત્રો એ રાખવું.
ગાયત્રી યજ્ઞ માં ભાગ લેનારા મિત્રો માટે અમુક સૂચનાઓ.
૧) જરૂરી સાધન સામગ્રી નું લીસ્ટ આ મુજબ નું રહેશે. ગાયત્રી માતા ની છબી(ઇસ્ટ દેવ ની મૂર્તિ), એક થાળી, દીવો, ચોખા.
૨) આ કાર્યક્રમ માં ૧૦૮ વખત ગાયત્રી મંત્ર દરેક ભાગ લેનારા મિત્રો એ કાર્યક્રમ દરમ્યાન ચાલતા મંત્ર સાથે બોલવાનો છે.
૩) દરેક મંત્ર ના અંતે ચોખા ગાયત્રી માતા/ઇસ્ટ દેવ ના ફોટા ઉપર મૂકવાના રહેશે. આમ ટોટલ ૧૦૮ વખત ચોખા મૂકવાના આવશે.
૪) દરેક જણે ઘર માં લેપટોપ/મોબાઈલ સામે તેવી રીત નું સેટિંગ કરવું કે જેથી તમારા પર સપ્રમાણ લાઈટ પડે અને ઝૂમ માં વ્યવસ્થિત રીતે દેખી શકાય.
૫) ડ્રેસ કોડ માં ભાઈઓ પીળા રંગ માં અને બહેનો લાલ રંગ માં પરિધાન હશે.
૬) દરેક જણે ૫.૦૦ વાગે ઝૂમ લિંક દ્રારા કાર્યક્રમ માં સમયસર જોડાવાનું રહેશે. રજિસ્ટ્રેશન દીઠ એક જ મોબાઈલ નો ઉપયોગ કરવો.
૭) ગાયત્રી જાપ માં ભાગ લેનારા દરેક મિત્રો નું અલગ વોટ્સએપ ગ્રૂપ બનાવવા માં આવશે, કોઈને કોઈ સવાલ હોય તો તેના દ્વારા વધારા ની માહિતી મેળવી શકશે.
૮) કાર્યક્રમ માં જોડાનાર દરેક વ્યક્તિ એ કાર્યક્રમ દરમિયાન નાં બે સુંદર ફોટો વોટ્સએપ ગ્રૂપ માં મોકલવાના રહેશે.
૯) બહેનો એ ભાઈ ની જમણી બાજુ માં બેસવાનું રહેશે.
૧૦) વયોવૃદ્ધ વ્યક્તિ ખુરશી પર બેસી શકશે.
૧૧) કાર્યક્રમ માં કુટુંબ ની દરેક વ્યક્તિ સાથે બેસી શકશે ( એક લેપટોપ/મોબાઈલ માં)

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •