?હુંકાર …..- બીના પટેલ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

પશ્ચિમની સંસ્કૃતિમાં ‘આઈ ‘એટલેકે હું …હંમેશા કેપિટલ હોય છે ,પણ આપણી સંસ્કૃતિ માં હુંકારને સ્થાન નથી …!’હું’ પણું ત્યજીને ,માનવી કોઈ પણ સર્જનાત્મક કાર્ય વધુ સુંદર રીતે કરી શકે છે ..??
‘હું ‘ને ઓગાળીને જયારે બીજામાં ,આપણી જાતને સંપૂર્ણં પણે સમર્પિત કરવા આપણે ખુશી ખુશી તૈયાર થઈએ ….ત્યારે જ પ્રેમનો અવધૂતી આનંદ પામી શકીયે …?
અનહદ પ્રેમ ની અનુભૂતિ માનવીને પૃથ્વીના રચયિતાની
વધુ નજીક લઇ જાય છે …☘️ કોઈના થોડા
પ્રેમ સભર શબ્દો હૃદયની બંજર ભૂમિને પણ લાગણીની વર્ષા થી ભીંજવી શકે છે …?
પ્રેમ નો સ્વીકાર સંપૂર્ણં પણે ત્યારેજ થઇ શકે છે …જયારે મન માંથી અને દિલના ઊંડાણ થી હુંકાર નું બાષ્પીભવન થાય …?
હુંકાર જન્માવે છે જીવનમાં વિસંવાદિતતા ….
હુંકાર જન્માવે છે
જીવનમાં અવિશ્વાસ ના ઓછાયા ….તો
આવો,
હુંકારના પોતને પાતળું બનાવવાની શક્ય એટલી કોશિશ કરીયે …..અને જીવનને પ્રેમની પરિભાષાથી નવા આકારમાં કંડારીએ ..!
?

TejGujarati