ભારતીયકલાની સાશ્વત ” સત્યમ્ શિવમ્ સુંદરમ્ ની વિચારધારાને સપ્તરંગી કેનવાસ પર કલાપ્રતિષ્ઠાન સંસ્થાના કલાકારોએ કર્યું કોરોના યોદ્ધાઓનુ સપ્તરંગી અભિવાદન ?

ગુજરાત ભારત સમાચાર

વર્તમાન સમય માં સમગ્રવિશ્વ માં ઊભી થયેલી ભયાનક રોગની મહામારીના ભરડામાં ભારતવર્ષ પણ બાકાત નથી. કોરોના નામના વિષાણુ થી માનવજાત ભયભીત છે . લોકડાઉનના ટાપુ ઉપર માનવી ચિંતાઓની અદ્રશ્ય જવાળાઓમાં સળગી રહ્યો છે . ચિંતાઓનો ચેપ કોરોના કરતા પણ વધુ ભયંકર લાગી રહ્યો છે લોકડાઉનના સંપૂર્ણ નિયમો પાળીને કપરા સમયમાં પણ આપણા દેશ ના આરોગ્ય કર્મચારીઓ જીવ હથેળીમાં લઈને કોરોના ગ્રસ્ત દર્દીઓ ની સારવાર કરી રહ્યા છે . સલામતી , સુરક્ષા વચ્ચે પોલીસકર્મીઓ રાત દિવસ જોયા વિના કર્તવ્ય પાલન કરી રહ્યા છે .મીડિયા કર્મીઓ સંદેશ
વાહક બનીને મુસીબતોનો ગોવર્ધન તોળી ને ફિલ્ડ માં ફરી રહ્યા છે . સફાઈ કામદારો સ્વચ્છતા ત્યાં પ્રભુતા ના વેદ વાક્ય ને સાર્થક કરી રહ્યા છે .
પ્રજાના પ્રતિનિધિ , સરકારો અધિકારીઓ રાષ્ટ્ર ને રક્ષા કવચ પૂરું પાડી રહ્યા છે . સમાજ માં ભામાશાઓ એ સંવેદનાઓની જયોત પ્રજ્વલિત રાખી છે .
આપણા પ્રધાન મંત્રીશ્રીએ તેમની દીર્ઘ દ્રષ્ટિ અને જ્ઞાન ના તેજ થી લોકોના અજ્ઞાનરૂપી અંધકાર ને ઉલેચી રહ્યા છે . આ સાધકોએ ખરા અર્થમાં રાષ્ટ્ર
દેવતા ના ચરણે સેવાનું અર્ધ્ય આપ્યું છે . પ્રત્યેક કોરોના યોદ્ધાઓ સહીત શ્રમિકો ને વંદન ને પાત્ર બન્યા છે કોરોના યોદ્ધાઓને બિરદાવવા કલા પ્રતિષ્ઠાનએ કલાયજ્ઞ ની શરૂઆત કરી હતી. લોકડાઉન ના સંપૂર્ણ નિયમો પાળી , ઘરના આંગણે બેસીને સત્યમ ,શિવમ સુંદરમ ની શાશ્વત ભારતીય કલા ની મૂળ વિચારધારા ને અનુસરીને કર્મષ્ટ યોદ્ધાઓની ગૌરવ ગાથાને રંગોથી કેનવાસ ઉપર ઢાળીને સપ્તરંગી સામ્રાજ્ય ખડું કર્યું છે . કલા પ્રતિષ્ઠાન સાથે જોડાયેલા બાવન (૫૨) કલાસાધકો ને ઘર આંગણે કેનવાસ પૂરું પાડવામાં આવ્યું , સાથે પારિવારિક શુભ ભાવનાથી રૂ.૩,૧૧૦૦૦ અંકે ત્રણલાખ અગિયાર હજાર રૂપિયા જેટલી રોકડ રાશિ કલા પ્રતિષ્ઠાનના કલાગુરુ જશુભાઈ નાયક કલાનિધી ફંડ અને ચિત્રકાર કાંતિસેન શ્રોફ આર્ટ ફાઉન્ડેશન ના સહયોગથી મહાપ્રસાદના ઉમદભાવથી અર્પણ કરવામાં આવી . કોવીડ ૧૯ પેઈન્ટીંગ વર્કશોપ ને સફળ બનાવવા સંસ્થા ના મહામંત્રી સી.ટી. પ્રજાપતિ , ઉપાધ્યક્ષ અજિત ભંડેરી , ચિત્રકાર નટુ ટંડેલ , ચિત્રકાર ચંદ્રકાન્ત પ્રજાપતિ ,ભાવેશ પટેલ ,કૌશિક ગજ્જર ,દિવ્યેશ બાગડાવાલાએ ભારે જહેમત ઉઠાવી હતી . તૈયાર થયેલ પેઇન્ટિંગનુ સંકલન ચિત્રકાર જયદીપ મૈસુરિયાં ,ભરત પટેલ બળદેવ પટેલ ,ધવલ પટેલ સાથે હિતેશ સુરતીએ કર્યું હતું . ખુબ ખુબ આભાર સાથે ધન્યવાદ.

TejGujarati