“સાજા થઇ ગયા કે રજા આપી? – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

સમાચાર

1 સિવિલ મા કોરોનાની તપાસ કરવા આવેલા દર્દીએ બહાર નીકળી રહેલા દર્દીને પૂછયુ.
“સાજા થઇ ગયા કે રજા આપી?
2 ” અરે ચિંતા ન કર.. જો કોરોના હશે તો ખાલી એકાદ બે દિવસમાં જ ડિસ્ચાર્જ થઇ જઈશ.. ”
3 ” મૈડમ આજે કોરાના કેસ વધારે આવ્યા છે..”
“તો..? સંક્રમિત કરવાનુ ભલે આપણા હાથમાં ન હોય સાજા કરવાનુ તો આપણા હાથમાં છે ને.. જેટલા આવ્યા હોય એટલા પ્રમાણમાં લોકોને ડિસ્ચાર્જ કરો…”
અને અચાનક ભારતનો રિકવરી રેટ ખાસો વધી ગયો.
4 ” મને તો આવા સંક્રમિત દર્દી જ ગમે.. “ડોક્ટરે વ્હાલથી કહયુ.
” કેમ સર.. “નર્સે એટલાજ વ્હાલથી પૂછયુ
” અરે વ્હાલો સામેથી ડિસ્ચાર્જ થવાનુ કહે છે”
5 “બે લાખ લઈ ને આવો પછી જ બોડી મળશે..”આવુ ભલે ખાનગી હોસ્પિટલના એકાઉન્ટ હેડ બોલ્યો હોય, પણ શબ્દો એક ગીધ ડોક્ટરના હતા.
“પણ મારા પપ્પાતો કોરોના વોરિયર હતા.. પોલીસ હતા. અઢાર અઢાર કલાક ડયૂટી કરતા હતા”
” એમ…? “કહીને પેલા એકાઉન્ટન્ટ હોંઠ ઉપર કટાક્ષ ભર્યું સ્મિત લાવ્યો પણ ખડખડાટ હસ્યો પેલો ગીધ ડોક્ટર….
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

TejGujarati