કોરોન્ટાઈન કરેલા મિત્રની મદદે જીવનાં જોખમે દોડતાં રિયલ કોરોના વોરિયર્સ વિજય ડાભી.

સમાચાર

કોરોન્ટાઈન કરેલા મિત્રની મદદે જીવનાં જોખમે દોડતાં રિયલ કોરોના વોરિયર્સ વિજય ડાભી.

જેને કોરોના થયો હોય તેવા પરિવારનુ વડીલ સભ્ય હોય તેમના પરિવાર ને કોરોન્ટાઈન કર્યા હોય, તેમને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો આજુબાજુના પડોશીએ મદદ કરવી જોઈએ.માનવતા જેવુ રાખવુ જોઈએ. હાલ કોરાના વાયરસના કારણે માનવતા નેવે મુકાઇ ગઇ હોય, તેવા કિસ્સાપ પણ સામે આવ્યા છે,કે માનવતા હજુ મરી નથી પરવારી.

આવો જ કિસ્સો આજે સામે આવ્યો છે. જેમાં સંકટ સમયમાં મિત્રના પરિવારની મદદ કરતા દરિયાપુર વિસ્તારમાં રહેતા વિજય ડાભી, કે જેમના મિત્ર પ્રતિક પ્રજાપતિના માતાને કોરોના પોઝીટીવ આવ્યો છે. તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં અને ત્યારબાદ તેમના પરિવારને કોરોન્ટાઈન કરવા આવ્યાં હતાં. વિજય ડાભીને પ્રતિક પ્રજાપતિનો ફોન આવ્યો હતો, કે મારા ઘર ની આજુબાજુ લોકો અમારાથી ડરી ગયા છે.અને અમને જમવાનું પણ મળતું નથી. કે ના કોઈ પાડોશી જમવાનું પૂછવા પણ આવે છે. ત્યારે તું મારા ઘેર જમવાનું પહોચાડી શકીશ.?? બસ. આ વાત સંભળતા જ વિજય ડાભીએ તાત્કાલિક માનવતાની સાથે સાથે મિત્રતાનો સાચો ઘમૅ નિભાવવાનો મોકો મળ્યો હોય તેમ આફ્ટને સેવાનો અવસર સમજીને પોતાની જવાબદારી નિભાવવા પીપીપી કીટ પહેરીને દરરોજ મિત્રના પરિવારને જમવાનું પહોચાડવાનું અવિરત પણે ચાલુ કર્યું. અને પ્રજાને પણ એક ઉત્તમ સંદેશો આપ્યો કે. તમારી આસપાસમાં પાડોશીઓ પર આવી કુદરતી આફત આવી હોય તો મદદ માટે આગળ આવો. હાલમાં કોરાનાનો મહાપ્રકોપ ચાલી રહ્યો છે. ત્યારે સીટી વિસ્તારમા રેડ ઝોન જેવા વિસ્તારોમાં ઘણા બધા કેસ પોઝીટીવ આવ્યા છે. ત્યારે આપણે બઘા ભેગા મળીને આ સંકટનો સામનો કરવોનો છે. વિજય ડાભીએ વધુમાં જણાવ્યું કે “મારી એક જ વિનંતી છે, કે જે પરિવારના સભ્યોમાં કોઈ પણ વ્યક્તિને કોરોના આવ્યો હોય, તો આજુ બાજુના ઘરના તથા પડોશીઓએ તેમને હિમ્મત આપવી જોઈએ, અને બને તેટલી માનવતાની ઉદાહરણ ઉભું કરવુ જોઈએ. કારણકે કોઈ પણ પ્રકારની મહામારી આવે ત્યારે લોકો હિમ્મત હારી જતા હોય છે, તેના ડરથી લોકો તુટી જતા હોય છે. ત્યારે આપણે બઘા જેમને કોરોના વાઈરસની અસર હોય તથા તેમના પરિવારને હિમ્મત સાથે આત્મવિશ્વાસ અપાવીને તેમની મદદ કરવી જોઈએ, એજ વિનંતી. વિજય ડાભી. અમદાવાદ

TejGujarati