ઉત્કૃષ્ટ સર્જન. – બીના પટેલ.

સમાચાર

દરેક વ્યક્તિનું ચાલકબળ અનોખું અને અવનવું હોય ,અને તેથી એની પ્રગતિનો આધારસ્તંભ એ બની રહે છે.માનવીના મનના ઊંડાણમાં તેની કઈ વૃત્તિ તેના વિચારો પર આરૂઢ થાય ,તે જ તેના જીવનનો પંથ નક્કી કરે .આ સત્યતા સમજાય તે જ પોતાના આ પૃથ્વી પરના અવતરણને સાર્થક બનાવી શકે છે .
??માત્ર પોતાના માટે જીવી કોઈ પોતાના જીવનને ધન્ય ન બનાવી શકે …લખી રાખજો .ઉત્કૃષ્ટ સર્જન તો જ થાય ,જયારે આપણને કોઈ સાચી મિત્રતાનો સંગ મળે …જેની પ્રેરણાથી આપણે પોતીકી સૃષ્ટિની સુંદર રચના કરી શકીયે .બીજાનું કલ્યાણ કરવાની ભાવના માનવીને ક્રૂર અને નિર્દય થતા અટકાવે છે .?
પ્રકૃતિએ આપેલી આફતોનો ઉંબરો ઓંળગવા આપણે તેના તમામ સર્જનને ઉત્કૃષ્ટ સર્જન તરીકે પહેલા બિરદાવું જ પડશે ……અને આપડા જીવનને મૂલ્યપ્રેરક બનાવવું જ પડશે …?

TejGujarati