નવાં ૩૬૦ કેસ નાં ભયાનક વિસ્ફોટ સાથે અમદાવાદ વુહાન બનવાં થી માત્ર ૭-૧૦ દિવસ દૂર.

સમાચાર

*નવાં ૩૬૦ કેસ નાં ભયાનક વિસ્ફોટ સાથે અમદાવાદ વુહાન બનવાં થી માત્ર ૭-૧૦ દિવસ દૂર*

જો આ જ ટ્રેન્ડ રહ્યો તો ૭-૧૦ દિવસ પછી અમદાવાદ માં રોજ નાં ૨૭૦૦/૩૦૦૦ કેસ આવવા લાગશે.

અમદાવાદ ની પરિસ્થિતિ ખરેખર ખુબ જ ભયાનક થઈ ગઈ છે. પણ મોટા ભાગના લોકો હજી પણ હસવા અને હળવાશ માં લઈ ને એમના જીવન ની મોટા માં મોટી બરબાદી નોંતરી રહ્યા છે.

ગુજરાતીઓ નાં સ્વભાવ મુજબ જ્યાં સુધી પડોશ માં કે ઘર માં ૧-૨ કેસ આવશે નહીં અને પોતાનું જ કોઈ ભોગ નહીં બને ત્યાં સુધી એ લોકો સમજશે નહીં.

દુઃખ અને ગુસ્સા ની બાબત તો એ છે કે અમદાવાદીઓ ને કોરોના મારે કે ના મારે પણ અમને તો રોજ શાક,ફળ,નાસ્તા જોઈએ જ વાળી માનસિકતા તો મારી જ નાખશે.

(અમદાવાદ નાં મોટા ભાગ નાં લોકો ને એમ છે કે ખાલી શાક કે નાસ્તા લેવા ૫-૧૦ મિનિટ જઈએ એમાં કઈ નાં થાય, અને આજ માનસિકતા અમદાવાદ ને વુહાન કરતાં પણ ખરાબ બનાવી દેશે એ નક્કી છે અને ગઈ કાલ થી નવાં ૩૬૦ કેસ સાથે જ એની શરૂઆત થઈ ગઈ છે.)

અને મજાની વાત તો એ છે કે આ ભયાનક હકીકત પોતાને સ્માર્ટ અને બહાદુર સમજતા અમદાવાદ વાળા સિવાય બધાજ સમજે છે.

જો આજે નહીં સમજીએ તો કંઇજ હાથ માં નહીં બચે..

*નહીં માણસ, નહીં પૈસો કે નહીં ભવિષ્ય,કશું જ નહિં બચે*

આ વાત સાચી લાગે તો તમારા વોટ્સઅપ માં જેટલા અમદાવાદ વાળા હોય એ બધાં ને આ મેસેજ ફોરવર્ડ કરજો.

ક્યાંક આ વાત સમજ માં આવે અને લોકો કાબૂ માં આવે તો બધાં નું ભલું થાય.

Dr SAUMIL SHAH (M.D).

સ્ટોરી વાઇરલ
TejGujarati