એમ તો હું છું તારો મરીઝ, પણ જો બની જાઉં તબીબ… શોધી કાઢુ ઝટ રસી કોરોનાની, લાવી દઉં તને કરીબ..

સમાચાર

જો જોવા મળી જાય તારો,
માસ્ક વગર નો ચહેરો..
તો તોડી નાખું હું આ,
લોકડાઉન નો પહેરો…
રેડ ઝોનમાં છે આંખો મારી,
ગ્રીન ઝોનમાં તારો ચેહરો…
વચ્ચે છે અભિમન્યુના કોઠા જેવો,
આ લોકડાઉનનો પહેરો…
તને પ્રેમથી નિહાળ્યા ને દિવસો વીત્યા સાહિઠ,
ક્યાં સુધી હું મારી લાગણીઓને આવી રીતે સળગાવીશ….
એમ તો હું છું તારો મરીઝ,
પણ જો બની જાઉં તબીબ…
શોધી કાઢુ ઝટ રસી કોરોનાની,
લાવી દઉં તને કરીબ..
મનડું નથી ધરાતું હવે,
whatsapp અને વિડીયો કોલથી… પકડવો છે મારે હાથ તારો,
ઓ મારી હૈયાની સારથી…
તારા વિના એક પળ,
લાગે છે હવે એક વરસ….
કોણ જાણે ક્યારે બૂજાશે મારા દિલની આ તરસ..

TejGujarati