નવાગામ ખાતે પબ્લિક પ્રોપર્ટી ના 8 જેટલા સિમેન્ટના થાંભલા તોડી પાડી નુકસાન કરતાં પોલીસ ફરિયાદ.

સમાચાર

નવાગામ ખાતે પબ્લિક પ્રોપર્ટી ના આઠ જેટલા સિમેન્ટના થાંભલા તોડી પાડી નુકસાન કરતાં કેવડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી અમૃતભાઈ પટેલ ( રહે 3 /18 કેટેગરી થ્રિ કેવડિયા કોલોની મૂળ રહે સાદકપરા તા.ચીખલી જી.નવસારી )એ અજાણ્યો ઇસમ સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગતો મુજબ નર્મદા નિગમ વહીવટદાર ની કચેરી તરફથી નવાગામની સીમમાં જમીન સર્વે કરી સિમેન્ટના થાંભલા પર ફેન્સિંગ કરવામાં આવેલ જે ગઈ તા. 17/ 5/ 20 ના રોજ કોઇ અજાણ્યા ઇસમે જાહેર પબ્લિક પ્રોપર્ટી સિમેન્ટના થાંભલા તોડી પાડી કુલ આઠ થાંભલા ની કિં રૂ.2500 /- નુકસાન કરી ગુનો કરતાં કેવડીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

TejGujarati