ગાંધીનગરનાં કોબા ગામ ખાતે હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું

સમાચાર

સમગ્ર વિશ્વ જ્યારે કોરોના ની મહામારી થી પીડાઈ રહ્યું છે ત્યારે ભારતમાં પણ કોરો નથી દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજરોજ ગાંધીનગર પાસે આવેલા કોબા ગામ ખાતે હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું

હતું. કોરોના સામે રક્ષણ મેળવવા માટે તેમજ કોરોના સામે લડવા માટે શરીરની શક્તિમાં વધારો કરવાના હેતુથી હોમિયોપેથીક દવાનું વિતરણ કરવા ઘરે ઘરે ફરીને કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યમાં કોબા ગામના સરપંચ યોગેશ નાઈ તેમજ ડી.એમ.પટેલ, મોન્ટુભાઈ પટેલ રાજુભાઈ પટેલ, લીલાભાઈ તેમજ દશરથભાઇ, kirit પ્રજાપતી તેમજ રાજુ બારોટ, બળદેવજી તેમજ ગ્રામજનોનો સહકાર સાંપડ્યો હતો.

TejGujarati