એચ.એ. કોલેજમાં પોસ્ટર મેકીંગ કોમ્પીટીશન યોજાઈ

સમાચાર

એચ.એ. કોલેજમાં પોસ્ટર મેકીંગ કોમ્પીટીશનથીત્રિદિવસીય નશાબંધી કાર્યક્રમ સંપન્ન થયોગુજરાત લો સોસાયટી સંચાલેત એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં ત્રિદિવસીય નશાબંધી સંદર્ભે કાર્યક્રમ યોજાઈ ગયો.આજના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં કોલજના વિધાર્થીઓએ પોસ્ટર મેકીંગ કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિધાર્થીઓ ધ્વારાસમાજને સંદેશો આપ્યો છે કે ઘરમાં એકમાત્ર વ્યક્તી જો નશો કરતી હોય તેનાથી સમગ્ર ઘર બરબાદ થઈ જાય છે. નશાખોરોથી ઘરના બાળકો ઉપર પણ નકારાત્મક અસર જોવા મળે છે. જેનાથી સમાજની અધોગતિ થાય છે. ગેરકાયદેસર ડ્રગ તથા માનવોનું વેચાણ થવાથી નાદુરસ્ત સમાજનો જન્મ થાય છે. જેનાથી દેશની પ્રગતી થતી નથી. ખુબજ અસરકારક સંદેશાઓં આપી વિધાર્થીઓએ નશામુક્ત સમાજના નિર્માણ માટે શપથ પણ લીધા હતા. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલ ત્રિદિવસીય નશાબંધી ઉજવણી સંદર્ભ કર્યું હતું કે આજના યુવાનોને સાચી દિશા આપવાની જવાબદારી શૈક્ષણિક સંસ્થાઓની છે.આજના ગળાકાપ હરીફાઈ તથા ઈનટરનેટ યુગમાં યુવાનોને સકારાત્મક વલણ અપનાવવા તથા તદુરસ્તી સમાજની રચના કરવા માટે નશાખોરીથી તેવો દૂર રહે તેવું વાતાવરણ ઉભુ કરવુ જોઈએ. કોલેજ ધ્વારા યોજયેલ પોસ્ટર મેકીંગ કોમ્પીટીશનમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ભાગ લઈ નશામુક્ત સમાજ ઉભો કરવાનો સંદેશ આપ્યો હતો .સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •