આવો HEARTIST ગ્રુપના કલાકારોને મળીએ….Part- 3.

સમાચાર

કલા એ માણસના આંતર મનમાં અનુભવાતા સાત્વિક આનંદ ને આકાર આપવાનું અનોખું કાર્ય છે. આપણા વિચારોને રંગમાં ઢાળીને સર્જન કરવાનું કૌશલ્ય એ પરમ શક્તિની કૃપા પ્રસાદી છે.
આવા જ ઉત્સાહી કલાકારો ને લઈને લાસ્ટ એક વર્ષથી “HEARTIST” ગ્રુપ નામી-અનામી કલાકારો સાથે સર્જનયાત્રા ની શરૂઆત કરી છે. જેમાં, ગુજરાતના જાણીતા કલાકારો ના આશીર્વાદ મળતા રહ્યા છે.”HEARTIST” ગ્રુપના આયોજક શ્રી રાજેશ બારૈયા (લેક્ચરર- શેઠ C.N. કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ, અમદાવાદ) અને સોનલ ઓડેદરા (Artist)…. કલા અને કલાકારો માટે કાર્ય કરી રહ્યા છે. નવોદિત કલાકારોને પ્રોત્સાહન મળે, તેમની સર્જનશક્તિ વિકસે, તેમની કલાને પ્રોત્સાહન મળે, તે ઉદેશને સિદ્ધ કરવાનો નમ્ર પ્રયાસ થઈ રહ્યો છે. કોન્ટેક્ટ: 9426 562651.

TejGujarati