*યુથ હોસ્ટેલ્સ સાણંદ દ્વારા લોકડાઉનમાં શ્રમિક સેવા યજ્ઞ*

સમાચાર

સાણંદ થી ૪૨ કિ.મી.અંતરિયાળ ગામમાં રામેશ્વર યાર્ન ફેક્ટરીમાં ૩૨૦ મજુરો ત્યાં ક્વાટર્સમા જ રહીને કામગીરી કરે છે, યુથ હોસ્ટેલ્સ ગુજરાત રાજ્યના પ્રેસિડેન્ટ ડો મનુભાઈ કુબાવતના મિત્ર તેમાં મેનેજરની ભૂમિકા અદા કરે છે તેમને વાત કરી કે બધાં કારીગરો & મજુરોને કોરોના વાતાવરણ વચ્ચે કામ કરવામાં ડર લાગે છે, છેલ્લા બે મહિનાથી ફેક્ટરીમાંથી અંદર બહાર ગયા વગર ક્વોરોન્ટાઈનમા જીવે છે. બીજા લોકડાઉન પછી સરકારના નિયમો ને આધીન ફેકટરી ચાલુ રાખવાની પરમિશન આપવામાં આવી, ફેક્ટરીમાં કામ કરતા બધાં જ માણસોને મેડીકલ તેમજ સરકારના નિયમ પ્રમાણે સતત પાંચ દિવસ MD ફીઝીશીયન,લેબ ટેકનીશીયન,MBBS અને મેડીકલ સ્ટાફ સાથે બધાંયનું ડો કુબાવતે મેડીકલ ચેક અપ કર્યું. આ દરમિયાન એક વીસ વર્ષના મજુર ને એક હાથે સોજો હતો તેને અમે સાણંદ હોસ્પિટલમાં સારવાર કરવામાં લાવ્યાં ,દાખલ કરી રોગની ગંભીરતા હોવાથી MRI તેમજ પરૂનુ કલ્ચર કરવામાં આવ્યું આજે ચાર દિવસ રાખી ને રજા આપી. કદાચ જો સમયસર સારવાર કરવામાં ન આવી ન થઈ હોત તો ગેગરીનના લીધે હાથ કાપવો પડે, સારવાર ન થઈ હોત તો ઘરે જ રહ્યો હોત તો ખભાથી શરીરમાં જો ઈન્ફેક્શન જાય તો મરી પણ જાય. ભગવાન નો આભાર માનવો જ રહ્યો કે યુથ હોસ્ટેલ્સ સાણંદ યુનિટ દ્વારા એક સુંદર કાર્ય થયું.
સ્ટોરી: મુકેશ સાયકલીસ્ટ.

TejGujarati