દેશ-દુનિયાના જરૂરીયાતી લોકોની વ્હારે નચિકેત જોશી.

સમાચાર

લોકડાઉન જે રીતે વધી રહ્યું છે, તે રીતે હવે લોકોની પરિસ્થિતી બગડી રહી છે અને તકલીફો વધી રહી છે. આવી પરિસ્થિતીમાં કેટલાક લોકો મદદ કરીને પોતાની ફરજ બજાવીને ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. જેમાં નચિકેત જોશીનું નામ પણ જાણવા મળ્યું છે. નચિકેત જોશી નો ઉચ્ચ અભ્યાસ ઓસ્ટ્રેલિયામાં થયો હતો અને ૨૦૧૫થી પોતાની વૈભવી જીવન શૈલી છોડીને પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિચારોથી પ્રભાવિત થઇને દેશ સેવામાં સમર્પિત થવા માટે કાયમી ધોરણે ભારત પાછા ફર્યા. હાલમાં આ લોકડાઉનના સમયમાં અનેક રાજ્યોમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ અલગ અલગ સ્થળોએ જરૂરીયાતી લોકોને તેઓ મદદ કરી રહ્યા છે.

વડોદરામાં રહેતા કિરણ ભાઈ બ્લડ કેન્સર ના દર્દી છે. કિરણ ભાઈ ઓનલાઇન ઘણી વાર પરવાનગી લેવા પ્રક્રિયા કરી પણ તેમના પ્રયાસ નિષ્ફળ જતા હતા. એમની બ્લડ કેન્સર ની દવા ફક્ત અપોલો અમદાવાદ માં જ મળે છે. એમની પાસે ફક્ત શુક્રવાર તારીખ 9 મે સુઘીની જ દવા હતી. આવી વિકટ પરિસ્તિથીમાં તેમણે મદદ માટે નચિકેત જોશી નો સંપર્ક કર્યો હતો. નચિકેત ભાઈ જોશીએ વિલંબ ના કરતા તરત જ વડોદરા મેયર શ્રી ર્ડાક્ટરે જિગીષાબેન શેઠને ફોન ઉપર સ્થિતિ સમજાવી હતી અને મેયર શ્રી જિગીષબેન જ ખુદ એક ર્ડાક્ટર છે. તેમણે કિરણભાઈને તુરંત જ અમદાવાદ જઈને પાછા આવાની પરવાનગી આપી હતી. આમ આવા વિકટ સમયમાં મેયર જિગીષાબેન શેઠ અને નચિકેત ભાઈ જોશી એક રાહત અને આશાના કિરણ તરીકે સામે આવ્યા હતા.

નચિકેત જોશી અને એમની ટીમ દ્વારા અમદાવાદ, વડોદરા , સુરત, ઉદયપુર, મુંબઈ અને દિલ્હી માં દરરોજ સવારે લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાત્રે પશુઓ માટે ભોજનનું આયોજન કરવા આવે છે. લોકડાઉનના સમયમાં તેમણે માસ્ક, અનાજ ની કીટ અને સેનીટાઇઝર નું પણ વિતરણ કરેલ છે. હાલમાં બિહારથી આવેલા ગૌરવ મિશ્રા તેમજ તેમના સાથી વિદ્યાર્થીઓ અમદાવાદ માં વટવા વિસ્તારમાં કોરન્ટાઇન થયેલ છે. તેઓએ નચિકેત ભાઈ પાસે મદદ માંગી હતી કે અનાજ હોવા છતાં ઘરમાં ગેસ જતો રહ્યો હતો. તેથી તેઓ ખાવાનું બનાવી શકતા નથી અને ભૂખ્યા રહેવું પડે છે. કોરોન્ટાઇન થવાને કારણે આ લોકો બહાર નીકળી શકતા નથી, તેમણે પોતાની વ્યથા twitter ના માધ્યમ થી જણાવતા તુરંત જ તેમને ગેસના બોટલની વ્યવસ્થા તેમજ ચોખ્ખા પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

નચિકેતભાઈ જોશી આ ઉપરાંત ઘણા લોકો ને પોતાના ગામ કે શહેર જવાની પરવાનગી મેળવવામાં મદદ કરી છે. નચિકેત ભાઈ દવાખાનામાં દાખલ થયેલ દર્દીઓના સાગા સંબધીઓને રોજ ભોજન આપવાનું કાર્ય કરે છે. નોન કોવિડ દર્દી સિવાય ના લોકો માટે હોસ્પિટલ થી ઘરે જવાની વ્યવસ્થા કરી આપે છે. હાલમાં જ તેમના દ્વારા સેવા પૂરી પાડવામાં આવતો એમનો વિડિઓ લગભગ ૬૦૦૦૦ લોકો દ્વારા જોવામાં આવ્યો છે.

લોક ડાઉનના સમયમાં તેમના માટે હીરો શબ્દ એમ જ વાપરવામાં નથી આવ્યો, ફક્ત ભારતમાં જ નહિ પણ નચિકેત જોશી વિદેશમાં વસતા ભારતીયોને પણ મદદ આપવામાં અગ્રેસર રહ્યા છે, જેમાં UK , USA , ઓસ્ટ્રેલિયા તેમજ UAE માં વસતા ભારતીયો માટે ઉપયોગી બન્યા છે. જેમાં UAE માં રહેતા વિશાલ ભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે એમના પત્ની પ્રેગનન્ટ છે. લોકડાઉનના સમયમાં તેમને ઘણી તબીબી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાથી મદદની માગણી કરી હતી. નચિકેતભાઈ તુરંત જ ભારતીય દૂતાવાસ UAE નો સંપર્ક કર્યો હતો અને અમને સરકારી મદદ પહોંચાડી હતી. યુકે , યુએસ માં ફસાયેલા ભારતીય ખાસ કરીને વિધાર્થીઓને વિવિધ રીતે તેમણે મદદ પહોંચાડી છે. જેમાં અમને ત્યાં ખાદ્ય સામગ્રી પહોંચાડવી કે ઘણા કિસ્સાઓ માં તેમને રહેવા માટેનું ભાડું ભરવા માટે લોકલ મદદ પહોંચાડી છે. લોકો તેમને ટ્વીટર પર સંપર્ક કરીને મદદ લઇ રહ્યા છે અને નચિકેત જોશી તેમને મદદ કરી પણ રહ્યા છે. તેમનું સેવા કાર્ય હજી પણ ચાલુ જ છે.

TejGujarati