અમદાવાદ સિવિલમાં માનવતા મરી પરવારી. કોરોનાથી મૃત્યુ પામેલી મહિલાઓના દાગીના અને કિંમતી મોબાઈલ ફોન થયા ગાયબ.

સમાચાર

મહિલાઓ કાયમ માટે સોનાના દાગીના પહેરવાનો આગ્રહ રાખતી હોય છે. ત્યારે અચાનક કોઈ બીમારી આવી જતા ઇમર્જન્સીમાં હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. ત્યારે તેવા કિસ્સામાં મહિલાઓ કીમતી ઘરેણાં પહેરેલી હાલતમાં જ હોસ્પિટલમાં દાખલ થતા હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં બન્યો છે.

અમરાઈવાડીમાં રહેતા બિંદુબહેન રાજપૂતને કોરોનાની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. કોરોનાના કારણે બિન્દુબેનનું અવસાન થયું હતું. તેમનો પરિવાર અંતિમ ક્રિયા માટે હાજર રહે તે પહેલા બિંદુબહેને પહેરેલી સોનાની બે બુટ્ટી, નાકની ચુની અને તેમની પાસેનો મોબાઇલ ફોન ગાયબ થઈ ગયાં હતાં.

ગાયબ થઈ ગયાં હતાં.

બિંદુબહેનના પતિએ આ અંગે જણાવ્યું હતું કે, મારી પત્નીના દાગીના અને મોબાઈલ ફોન ના મળતા અમે ચોરીની ફરિયાદ 100 નંબર પર ફોન કરીને લખાવી છે.

આ અંગે અમરાઈવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડે આ મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી છે.

આવી જ શરમજનક બીજી ઘટના પણ સિવિલ હોસ્પિટલમાં જ બનવા પામી છે. જ્યાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા જશુબહેન ઝીણીયાની નાકની ચુની,તેમજ ફોન પરિવારને મળ્યા નથી. જશુબહેનના સગાએ જંણાવ્યું હતું કે,મારા જશુબેનના દાગીના,મોબાઈલ અને ચાર્જર તેમને મળ્યા નથી.

ત્યારે એમ કહી શકાય કે આવી માનવતા મરી પરવારી છે, માટે જ આવો કાળો કેર વર્તાવતો કોરોના વિશ્વ સમક્ષ આફત બનીને ઊભો રહ્યો છે.

TejGujarati