કોરોના, આજનું પર્યાવરણ અને પક્ષી જગત. – જગત કીનખાબવાલા.

સમાચાર

હાલ સાંપ્રત સમયમાં કોરોનાની મહામારી સામે માનવી ઘરની અંદર બંધ થઈ ગયા છે.
આવી પરિસ્થિતિ કદાચ છેલ્લા 100 વર્ષમાં અનુભવઈ નથી!
છેલ્લા 30 વર્ષથી માણસનું જીવન ખુબ વધારે બદલાઈ ગયું છે.
આધુનિકતાની ભૌતિક દોટમાં માણસ ભાંભરો બની ગયો છે!
ભૌતિક વસ્તુઓનો ગુલામ બનતો ગયો છે અને તેને સુખ સમજે છે.
હાલમાં ઘણાં મેસેજ આવે છે કે પક્ષીઓ શહેર અને ગામ ની નજીક આયા છે, સંખ્યા વધી છે અને અગાઉ ન જોયેલા પક્ષીઓ આવ્યા છે.
મહામારી ને કારણે દરેક જગ્યાએ દરેક પ્રકારના પ્રદુષણ ઓછા થઈ ગયા છે.
હવા, પાણી અને વાતાવરણ શુધ્ધ થઈ ગયા છે. બહાર સ્મશાનવત શાંતિ છવાયેલી છે…
આની સીધી અસર પર્યાવરણ ઉપર સવળી થઈ. હવા અને ધ્વનિનું પ્રદુષણ આખાયે વિશ્ર્વમાં ઘટી ઘટી ગયું. સોય પડે તો પણ અવાજ સંભળાય એમ કહેવાય.
નદી, તળાવ અને પાણી શુદ્ધ થયા અને સોશિયલ મીડિયાનાં સમયમાં સમાચાર વહેતાં થયાકે 230 km દૂરથી હિમાલય દેખાય છે, ગંગાના પાણી પ્રદુષણ અટકવાનાં કારણએ જે કરોડો રૂપિયા ખર્ચ કરીને નહોતા થઈ શકતા તેનાથી વધારે શુધ્ધ થઈ ગયા છે.
સાવ સાચી વાત, આ કુદરતની તાકાત છે. અમે પર્યાવરણને આદર આપનારા માનીએ કે પૃથ્વી ઉપરથી માનવ જાત નમશેષ થઈ જાય તો કુદરતની એટલી તાકાત છે કે ચાર – પાંચ વર્ષમાં પાછી હતી તેનાથી વધારે અદભુત બની જાય, જેનો થોડોક અનુભવ ફક્ત બે મહિનામાં થઈ રહ્યો છે.

*આંગણે આવી ચકલી પૂછે છે*
*બારણું પાછું ઝાડ થાય નહીં*…
*શ્રી ગૌરાંગ ઠાકર*
હવાનું પ્રદુષણ ઓછું થતાં જે ધુમાડો ઓછો થયો તેનાથી દૂર દૂર ની જગ્યાઓ જે પહેલા નહોતી દેખાતી તે દેખાતી થઈ અને આજની પેઢીએ જે દૂર દૂર ના દ્રશ્ય ક્યારેય નહોતાં જોયાં તે જોવા મળી રહ્યા છે. તે જોઈ લોકો ને અનહદ આનંદની લાગણી થાય છે!
છેલ્લા ઘણાં સમયથી ન જોયેલી અને ન જાણેલી દુનિયા આજે લોકો જોઈ રહ્યા છે.
*પક્ષી જગત* ની વાત કરીએ તો લોકો કહે છે અને માને છે કે અંlગાણામાં પક્ષીઓની સંખ્યા વધી છે અને નવી નવી જાત ના પક્ષીઓ જોવા મળી રહ્યા છે. પક્ષીઓ નો અવાજ અને ટહુકા ખૂબ સંભળાય છે.
લોકોને લાગે છે કે આ હાલની પરિસ્થિતિ ને લીધે છે.
*પરંતુ પક્ષી જગત ની મૂળભૂત વાત જરા જુદી છે.*
આંગણાના પક્ષીઓ અને જંગલનાં પક્ષીઓ જુદા હોય છે.
ભારત વર્ષમાં 17 પક્ષી કોમન પક્ષી કહેવાય છે (જણાવો જોઈએ કેટલા નામ ખબર છે) જે ભારત વર્ષમાં બધે જોવા મળે છે.
આ સિવાય કોઈ પક્ષી આપણી આસપાસ આવે નહીં કે આવેલ જણાયા નથી.
પક્ષીવીદ લોકોનો અભ્યાસ જણાવે છે કે પક્ષીની સંખ્યા વધી નથી (ધતત્તેરેકી)!
બીજુ કે આ પક્ષી પોતાના સમુહમાં રહે છે
પક્ષીનો એક સમૂહ પોતાના ગ્રુપમાં પોતાની જાતિના પક્ષીને પણ આસપાસ આવવા ના દે. સાથે સાથે બીજા પક્ષીની જાતને પણ પોતાની આસપાસ આવવા ના દે.
હાલ દરેક જગ્યાએ દરેક જીવ માટે વનરાજી ખૂબજ ઓછી છે.
અને તેમાં કોઈ ભાગ ના પડાવી શકે કે ઘુસવા ના દે. દરેકને પોતાનો એરિયા હોય અને તેઓ ટેરિટોરિયલ હોય.

*કોયલ આજે કહે છે કે પહેલાં પણ હું આટલું સુંદરજ ગાતિ હતી, મીઠુ બોલતી હતી અને માટે હું કોકિલ કંઠી કહેવાવું છું*
*તમે મને આધુનિકતા શોર બકોરમાં ભૂલી ગયા છો*

અત્યારની *ઋતુ વસંત પંચમી* થી બદલાઈ ધીમે ધીમે *ઉનાળામાં* પલટાઈ જાય.
*ખરેખર તો આ ઋતુ વનરાજી, ફૂલ અને પક્ષીઓ માટેની સહુથી ઉત્પાદક અને આનંદની ઋતુ છે*.
ફુલ ઊગે તે બહુ જાતના પક્ષીને તેમાંથી ખોરાક આપે છે, તેમાંથી એક અમૃત પીણું/ Nector મળે છે, જીણી જીવાત મળે છે, ફળ મળે છે.

આ ઋતુ તેમની *પ્રજનનની ઋતુ* છે.
આ ગરમીના દિવસોમાં તે ઈંડા મૂકે અને પ્રજનન માટે પક્ષી ટહુકો અને વિવિધ અવાજ કરીને પોતાના સાથીને બોલાવે.

સાવ સાચી વાત, આ કુદરતની તાકાત છે. અમે પર્યાવરણને આદર આપનારા માનીએ કે પૃથ્વી ઉપરથી માનવ જાત નમશેષ થઈ જાય તો કુદરતની એટલી તાકાત છે કે ચાર – પાંચ વર્ષમાં પાછી હતી તેનાથી વધારે અદભુત બની જાય, જેનો થોડોક અનુભવ ફક્ત બે મહિનામાં થઈ રહ્યો છે.

હવાનું પ્રદુષણ ઓછું થતાં જે ધુમાડો ઓછો થયો તેનાથી દૂર દૂર ની જગ્યાઓ જે પહેલા નહોતી દેખાતી તે દેખાતી થઈ અને આજની પેઢીએ જે દૂર દૂર ના દ્રશ્ય ક્યારેય નહોતાં જોયાં તે જોવા મળી રહ્યા છે. તે જોઈ લોકો ને અનહદ આનંદની લાગણી થાય છે!
છેલ્લા ઘણાં સમયથી ન જોયેલી અને ન જાણેલી દુનિયા આજે લોકો જોઈ રહ્યા છે.

બીજુ કે આ પક્ષી પોતાના સમુહમાં રહે છે
પક્ષીનો એક સમૂહ પોતાના ગ્રુપમાં પોતાની જાતિના પક્ષીને પણ આસપાસ આવવા ના દે. સાથે સાથે બીજા પક્ષીની જાતને પણ પોતાની આસપાસ આવવા ના દે.
હાલ દરેક જગ્યાએ દરેક જીવ માટે વનરાજી ખૂબજ ઓછી છે.
અને તેમાં કોઈ ભાગ ના પડાવી શકે કે ઘુસવા ના દે. દરેકને પોતાનો એરિયા હોય અને તેઓ ટેરિટોરિયલ હોય.

આમ આ ઋતુમાં પક્ષીનો અવાજ સ્વાભાવિક રીતે વધારે સંભળાય. સાથે સાથે સંપૂર્ણ શાંતિનો માહોલ અને આપણે કામ વિનાના તેટલે આપણું ધ્યાન તેના તરફ વધારે જાય છે અને અવાજ મોટો અને ચોખ્ખો સંભળાય છે.
ભાગા દોડીના જીવનમાં આપણને નિરાંત મળી છે અને પક્ષીને જાણવાની અને માણવાની જે તક મળી છે તેનો ભરપુર ઉપયોગ કરો.
*આપણે પર્યાવરણ સાથે સહઅસ્તિત્વ માં જીવવું અને સામે બાથના ભીડવી* તે પાયાની સમજ છે અને આ મળેલ અવસરને માણવાનો સમય છે.
બધા પક્ષીને ઓળખો, જોઈને કે કયુ પક્ષી છે, નર છે કે માદા છે, તેઓ ક્યારે શું કરે છે અને કેમ કરે છે. ફિલ્મમાં જૂવો તેના બદલે જીવંત ફિલ્મ જૂવો જેનો આનંદ અનેરો અને યાદગાર રહેશે.
પર્યાવરણી એક અદ્ભુત દુનિયા છે અને આપણે તેનો એક નાનકડો ભાગ છીએ. આપણે આનાથી વિમુખ હતા અને અત્યારે આ સમયમાં પ્રફુલ્લિત રહેવા માટે એક તક મળી છે તે છોડતા નહી.
*સમજાયું એટલું કે ઊંચાઈએ પહોંચવા ખુદ ઊડવું પડે*
*પાંખોને વિસ્તારો*
*એક ચકલી મને જીવન જીવતા શીખવી ગઈ*
*अज्ञात*
જો તમારે ત્યાં વધારે અને કાયમ માટે પક્ષીઓ આવે તેવું ઈચ્છો છો તો પછી તેના માટેનો માહોલ ઉભો કરો.
ખુબ નહિવત ખર્ચમાં નિયમિત દાણા પાણી મૂકો, ચકલીના માળા મૂકો અને હરિયાળી સાચવો અને હરિયાળી વધારો એટલે તમે તમારી આસપાસ તમારું *પક્ષી જગત ઉભુ કરો*

*ભીંજી બહાર*
*ઘરે ખંખેરે*
*ચકલી પાંખ*

*જગત કીનખાબવાલા*
*9825051214*

TejGujarati