હથેળીમાં દેખાતી નાનકડી 3 ડબ્બીઓ તે કદમાં નાની છે પણ દમમાં મોટી છે, ડબ્બીમાં સાબુદાણા જેવી અને એનાથી પણ સાઈઝમાં નાની ગોળીઓ પરિવારના ચાર વ્યક્તિઓ માટે કાફી છે કોરોના સામે ટક્કર ઝીલવા.
કોરોનાએ આખી દુનિયાને બાનમાં લીધી છે ત્યારે આપણો દેશ પણ બાકાત નથી. કોરોનાથી બચવા અને બચાવવા માટે સમગ્ર દેશ કામે લાગી ગયો છે, સરકારના જવાબદાર અધિકારીઓ સહિત ડોક્ટર મિત્રો, સફાઈકર્મીઓ, પોલિસકર્મી તેમજ સૌ કોરોના વૉરિયર્સ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે ત્યારે કેટલાક સેવાભાવી લોકો કોરોના વૉરિયર્સ ની ફરજ યેનકેન પ્રકારે બજાવી રહ્યા છે. ભારત સરકાર ના આયુષ મંત્રાલય દ્વારા સૂચિત કોરોના સામે રક્ષણ આપતી હોમિયોપેથીક દવા કે જેની રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી જયંતિ રવિ દરરોજ વિનંતિ કરે છે આપ ઘેર બેઠા હોમીઓપેથીક દવા આરસેનીક આલબમ લઈને આપની રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો છો, આ અંતર્ગત મૂકાના પરમ મિત્ર અને સુપ્રસિદ્ધ લગ્નગીતના ગાયક નિકોલવાસી રમેશભાઈ પટેલ(હિરપરા)ની દીકરી ડો દિશા પટેલ જેઓ કોલવડા ખાતે આવેલ સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર છે તેમના તરફથી 25 પરિવારો અને બીજા એક સાયકલીસ્ટ મિત્ર ડો મહેશ સાવલિયા જેઓ નરોડામાં માતૃ ક્લિનિક, નીલમ શોપિંગ સેન્ટર, પાયલનગર રોડ ખાતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે તેમના તરફથી 8 પરિવારોના સભ્યોની રોગ પ્રતિકારક શક્તિ વધે અને કોરોનાને માત કરી શકે તે માટે આરસેનીક અલબમના બુસ્ટર ડોઝ તદ્દન નિઃશુલ્ક આપવામાં આવ્યા. તેમજ આ ડોઝ કઈ રીતે લેવા તેનું સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું છે ત્યારે આ બંને કોરોના વૉરિયર્સ ડો દિશા પટેલ અને ડો મહેશ સાવલિયાને મૂકેશ પડસાળા તથા લાભાર્થી પરિવારો તરફથી કોટી કોટી અભિવંદન…
