તેજ ગુજરાતી વાંચકો તરફથી મોકલવામાં આવેલ શુભેચ્છા સંદેશ.

સમાચાર

તલવાર જેવો ધારદાર છું,
શબ્દો માં જાણે આરપાર છું,
સમય ને સોંસરવો વીંધી નાંખું,
એવો કલમ થી “તેજ ગુજરાતી” છું.હાલ ના સોશીયલ મીડીયાના જમાનામાં સત્ય સમાચાર ને સમયસર અને સાતત્યપૂર્ણ રીતે આપતા રહેવું, એ ખુબ અઘરી બાબત છે. ત્યારે તેજ ગુજરાતી એ કસોટી ઉપર પાર ઉતર્યું છે.
વિશ્વભરના વાંચકો સુધી ગણત્રીની સેકન્ડમા પહોંચવાની ક્ષમતા ધરાવતા તેજ ગુજરાતી ને ૫,૦૦,૦૦૦ વાંચકો નો અંક સ્થાપિત કરવા બદલ અભિનંદન અને હૃદયપૂર્વક ની શુભકામનાઓ.
આપનો,
પ્રજા
(પ્રકાશ જાડાવાલા)
લેખક, કલાકાર, નિર્માતા, દિગ્દર્શક)
અમદાવાદ.મો: 9426084014.તેજ ગુજરાતી ન્યૂઝ 500000 નો આંકડો પાર કરે છે, તે નિમિત્તે હાર્દિક શુભેચ્છા. જેવું નામ છે તે રીતે ઝડપી પ્રગતિ કરી અને ગુજરાતી લોકો ને કાયમ કઈ આપ્યું તે માટે આભાર. આ રીતે સચોટ ન્યૂઝ મારફતે લોકો ની ખૂબ સેવા કરો અને ખૂબ પ્રગતિ કરો તેવી સ્વામિનારાયણ પ્રભુ ને પ્રાર્થના. સાથે શુભેચ્છા. મહેશ પંચાલ.તેજ ગુજરાતીના વાંચકો તરફથી મળેલાં કેટલાંક શુભેચ્છા સંદેશ.“તેજ ગતિ છે જેની,તે છે તેજ ગુજરાતી
સદાય સમાચારમાં રહેશે અગ્રેસર
તેવી શુભકામના છે તેજ વાંચકોની “
હિંમતલાલ.તેજ ગુજરાતીના તેજસ્વી પત્રકારત્વને ખૂબ ખૂબ અભિનંદન . વાંચકોને સમાચારની સાથે કલા – સાહિત્યનું તેમજ સમાજ ઉપયોગી જ્ઞાન પીરસીને વિશ્વ કક્ષાએ પાંચ લાખ વાંચકો સુધી પહોંચનાર તેજ ગુજરાતીને દિલથી શુભેચ્છા પાઠવતાં આનંદની લાગણી અનુભવું છું . ડો. હેમંતકુમાર એસ. પંડ્યા (પ્રિન્સિપાલ – રામેશ્વર સ્કૂલ, નિકોલ, અમદાવાદ ).પ્રતિ તંત્રીશ્રી,
તેજ ગુજરાતી ન્યુઝ નેટવર્ક,વાંચન ની આદત એ માનવજીવન ની કેટલીક સારી અને આવશ્યક આદતો પૈકીની એક છે. પુસ્તકો આપણને ગહન જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે તો દૈનિકપત્રો આપણને રોજીંદી ઘટનાઓ થી અવગત કરાવે છે, આપણી આસપાસની સારી-નરસી ઘટનાઓ આપણી જાણમાં હોય એ જરુરી છે, સાથે સાથે દેશ-વિદેશના વિવિધ ક્ષેત્રોના તાજેતરના સમાચારોની આપણને જાણ હોવી જ જોઇએ. અને એ માટેનું શ્રેષ્ઠ માધ્યમ એટલે દૈનિકપત્રો.પહેલા છાપાંઓ અને પુસ્તકો જ વાંચન માટેનું એક માત્ર માધ્યમ હતું પરંતુ સમય બદલાતા ટેકનોલોજી આવતાં વાંચનનું માધ્યમ મોબાઇલ અને કોમ્પ્યુટર પણ બન્યું. અંગ્રેજી અને હિન્દી ભાષામાં લગભગ તમામ જાણીતા મુખપત્રો આ માધ્યમ પર આવી ગયા છે. અને ગુજરાતીમાં પણ.
આવામાં આપણી માતૃભાષામાં ‘તેજ ગુજરાતી’ નેટવર્ક આવ્યું. ડિજીટલ યુગના આ પ્રવાહમાં ‘અનુગચ્છતુ પ્રવાહં’ ના મંત્ર ને સાર્થક કરતાં ‘રીયલ ટાઇમ ઇન્ફર્મેશન’ સાથે હંમેશા ખબરો આપણાં મોબાઇલમાં પહોંચાડતું તેજ ગુજરાતી નેટવર્ક તેના લેખનની શૈલી માટે મારું પસંદગીનું રહ્યું છે.સાથે સાથે સામાન્ય જ્ઞાન, ઇતિહાસ અને સંસ્કૃતિને લગતા લેખો પણ વાંચવા લાયક છે અન્ય ક્ષેત્રના લેખો પણ ખરા જ.
ટુંકમાં માહીતી સાથે મનોરંજનનું કમ્પલીટ પેકેજ એવું તેજ ગુજરાતી પોતાના નામ ને સાર્થક કરતાં તેજ ગતી થી ૫ લાખ વાંચકોનો વિશાળ જનસમુદ્ર બનવા જઇ રહ્યું છે તો આ આનંદદાયક સમયે હું tejgujarati.com ની આખી ટીમને અભિનંદન ની સાથે સાથે ઝડપથી આ પરિવાર બમણો થાય એવી શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે તેજ ગુજરાતી પરિવાર ને આટલી મોટી સિદ્ધી મેળવવા માટે સૌ વાંચકગણ પણ એટલોજ અભિનંદનને પાત્ર છે.આભાર.લી. કરણ રાવલ.તેજ ગુજરાતી એક એવુ સમાચાર માધ્યમ છે, જે અનેક માહિતી વહેલી તકે અને સચોટ રીતે પુરી પાડે છે. પછી એ રાજનીતિ હોય, ફિલ્મી હોય, આર્ટ હોય અને એના જેવા સમાચાર જનતા સુધી પહોચાડનાર સારામા સારુ માધ્યમ એટલે તેજ ગુજરાતી.
સલામ છે અને તેજ ગુજરાતી ને અભિનંદન પાઢવું છુ. – રીમાં શાહ.

TejGujarati