“માઁ”…….- હેલીક.

સમાચાર

“માઁ”…….-હેલીક…
“ચાહુ છું.તુજને એટલો કે,
તું જ મારી માઁ બને,
આપજે હે ભગવાન!મોકો નિઃસંકોચ,
એની કુંખમાં દર-જન્મે જગ્યા મળે”…
છું.ખુશનસીબ!
જોયું પૃથ્વી પર મેં ભગવાનનું રૂપ,
આપ્યું જેને પૃથ્વી પર મને નવું સ્વરૂપ,
નવ-નવ મહિના ઉદરમાં રાખ્યાં,
“માઁ” તે સહ્યા કષ્ટ હજાર,
છાતી સરસી સ્તન-પાન કરાવ્યા,
કાઢી મુખમાંથી કોળિયાં ખવડાવ્યા,
ક્યારે,કયા ભવ ચૂકવીશ આ રુણ તારું,
“માઁ” તે કર્યા મુજ પર રુણ અપાર,
ભટકે છે કેમ લોકો શોધવા “હરિ” ને
જોયું “માઁ”તારાં ખોળા થકી મેં”હરિદ્વાર”..
હેલીક…..

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •