મુખ્ય સમાચાર.

આંતરરાષ્ટ્રીય સમાચાર

*ધનવાનને ઝડપી અને ગરીબને મળે છે મોડો ન્યાય સુપ્રીમના ન્યાયાધિશે ઉઠાવ્યા સવાલો*
દેશની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ દીપક ગુપ્તાએ નિવૃત્ત થતાની સાથે જ ન્યાય પાલિકા પર સવાલો ઉઠાવ્યા છે. પોતાના ફેરવેલ કાર્યક્રમમાં જ તેમણે કબૂલાત કરી હતી કે, જ્યારે કોઈ ધનવાન વ્યક્તિ જેલમાં હોય છે ત્યારે કાયદો પોતાનુ કામ ઝડપથી કરે છે અને ગરીબોના ચુકાદામાં વિલંબ થાય છે. અમીર વ્યક્તિ વારંવાર ઉપરની અદાલતોમાં અપીલ કર્યા કરે છે જ્યાં સુધી અદાલત તેનો કેસ જલ્દી કરાવવાનો આદેશ ના આપે. વર્તમાન સમયમાં ન્યાયાધીશ તેમની આસપાસ શુ ચાલી રહ્યુ તેનાથી અજાણ રહી શકે નહી.તેમણે કહ્યુ હતુ કે, હું સુપ્રીમ કોર્ટના એ ન્યાયાધીશોના પક્ષમાં નઓથી જેઓ રાજકીય હોદ્દાઓ પર બેસી રહ્યા છે. આવા હોદ્દા ન્યાયાધીશોએ સ્વીકારવા જોઈએ નહી. મને જો કોઈ આવી ઓફર થશે તો હું તે નહી સ્વીકારુ. મારો અંગત વિચાર છે કે, ન્યાયીધશોએ નિવૃત્ત થયા બાદ કોઈ પણ પ્રકારનું સરકારી પદ સ્વીકારવું જોઈએ નહી.
*********
*અમિત શાહના સ્વાસ્થ્ય અંગે અફવા ફેલાવનારની ધરપકડ*
અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્યને લઈને ખોટી અફવા ફેલાવવા મામલે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે 4 લોકોની અટકાયત કરી છે. આ લોકોએ સોશિયલ મીડિયામાં અમિત શાહના સ્વાસ્થ્ય મામલે ખોટી અફવાઓ ફેલાવી હતી. હાલ તેઓ વિરુદ્ધ આઈટી એક્ટ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. 4 પૈકી 2 આરોપીઓ અમદાવાદના છે જ્યારે અન્ય બે આરોપીઓ ભાવનગરના છે.અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના અજય તોમરે આ મામલે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને માહિતી આપી હતી.
**********
*કચ્છમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણમાં ચારની હત્યા*
કચ્છમાં રાપર તાલુકાના હમીરપર ગામમાં હિંસક ધિંગાણું થયું છે. જેમાં એક સાથે પાંચ યુવકોની ઘાતકી હત્યા થતાં કચ્છમાં ચકચાર મચી ગઈ. બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં દેશી બંદુકથી ફાયરિંગ થયું હોવાની પણ પોલીસને આશંકા છે. બે સમાજના લોકો ધારીયા સહિતના હથિયારો સાથે આમને-સામને આવી ગયા હતા. જેમાં ચાર લોકોનાં મોત થયા હતા.
**********
*રૂપાણી સરકારે આપી છૂટ હવે નવા દસ્તાવેજો બનશે*
ગુજરાત રાજ્યમાં હાલ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી પ્રક્રિયાની કામગીરી ચાલુ છે તેવી ગ્રામ્ય વિસ્તારની ૯૮ ઉપરાંત ગ્રીન ઝોનની ૨૫ અને ઓરેન્જ ઝોનની ૮૯ મળી કુલ ૨૧૨ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા તથા સર્ચ રીપોર્ટ , મોર્ગેજ ડીડ અને રીલીઝ ડીડની સેવાઓ શરૂ કરવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે
*********
*ગાંધીનગરમાં 17મી સુધી સંપૂર્ણ લોકડાઉન*
ગાંધીનગર જિલ્લાના અમદાવાદની સરહદ પર આવેલા ગામોને સંપૂર્ણપણે લોકડાઉન કરવામાં આવ્યા છે. અડાલજ, વાવોલ, ઝુંડાલ, કુડાસણ, ભાટ, કોટેશ્વર અને નાના ચિલોડા ગામોને 17 મે સુધી સંપૂર્ણ પણે લોકડાઉન કરવામાં આવ્યા છે. લોકડાઉન દરમ્યાન દૂધ અને મેડિકલ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે કોઇ પણ ગ્રામજનોને કામ વગર બહાર ન નીકળવા જિલ્લા વિકાસ અધિકારીએ તાકીદ કરી છે. લોકડાઉનનો ભંગ કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
********
*સુરતમાં સાડીના પાંચ વેપારીની ધરપકડ કરી*
સીટીલાઇટ મેઘસર્મન એપાર્ટમેન્ટ નીચે ગ્રાઉન્ડમાં લોકડાઉનમાં વિના કારણે ભેગા થયેલા બે સગા ભાઈ સહિત સાડીના પાંચ વેપારીને ઉમરા પોલીસે ઝડપી લીધા હતા પેટ્રોલીંગમાં બહાર નીકળવાનું કારણ પૂછતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા આથી પોલીસે મેઘ સર્મન એપાર્ટમેન્ટના ટાવર 2 બી-3 માં રહેતા મનોજભાઈ શેઠીયા સીટીલાઇટ રોડના ક્રિશ એન્કલેવ એ-402માં રહેતા તેમના મોટા ભાઈ દેવેન્દ્રકુમાર, મેઘ સર્મન એપાર્ટમેન્ટના ટાવર 2 સી-1માં રહેતા મુકેશભાઈ પારસમલ જૈન ટાવર 3 ડી-1માં રહેતા 49 વર્ષીય રાજેન્દ્રકુમાર ચંદનવન કાંકરીયા અને ટાવર 2 સી-5માં રહેતા જેઠમલભાઈ ગિરધારીલાલ જૈન વિરૂદ્ધ લોકડાઉન ભંગ અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી હતી
*******
*સુરતમાં લોકડાઉનના ઉડ્યા લીરેલીરો પોલીસ લોકોના ટોળા વચ્ચે ફરતી જોવા મળી*
સુરતમાં લોકડાઉનના લીરેલીરા ઉડતા દ્રશ્યો સામે આવ્યા છે અને પોલીસ ખુદ લોકોના ટોળા વચ્ચે ફરતી જોવા મળી છે. શહેરના નાનપુરા કૈલાશનગર ખાતે સન્માન કાર્યક્રમ દરમિયાન લોકડાઉનનો ભંગ થયો હતો. ડોક્ટર અને પોલીસના સ્વાગત માટે આ કાર્યક્રમ થયો હતો. જેમા મોટી સંખ્યામાં લોકોએ એકઠા થયા હતા અને સોશિયલ ડિસટન્સીગનો ભંગ થયો હતો
**********
*સુરત પણ અમદાવાદના રસ્તે ખૂલે દુકાન*
સુરતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ૬ દિવસ માટે શહેરમાં શાકભાજી અને ફૂટની દુકાન બંધ કરવામાં આવી છે. તો શહેરમાં દૂધ, કિરાણા અને મેડિકલની દુકાન શરૂ રાખવામાં આવશે. જેથી શહેરના શાકભાજી બજારો બંધ જોવા મળ્યા. સુરતમાં કોરોનાના કેસ વધ્યા બાદ સુપરસ્પ્રેડરની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે સુપરસ્પ્રેડર દ્વારા ફેલાતા કોરોનાને રોકવા માટે મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે
**********
*વતન જવાની માંગ સાથે સુરતમાં પરપ્રાંતિયોનો હોબાળો*
સુરતઃ શહેરમાં લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિયોની સ્થિતિ સૌથી કફોડી બની છે. સુરતમાંથી પરપ્રાંતિયોને પોતાના વતન પરત મોકલવા માટે ખાસ ટ્રેન દોડાવાઈ રહી છે, આ સિવાય બસોનું પણ આયોજન કરાયું છે. લોકડાઉનમાં બે અઠવાડિયા લંબાઈ જતા હવે પરપ્રાંતિય શ્રમિકો માટે સમસ્યા સર્જાઈ છે અને તેમની ધીરજ પણ ખૂટી રહી છે.આ લોકો પોતાના ગામ પરત ફરવા માટે અધીરા થઈ રહ્યાં છે. ત્યારે આજે સુરત શહેરના ઈચ્છાપોર નજીક મોરાગામે વતન જવાની માંગ સાથે હોબાળો કરી પથ્થરમારો કરતાં પોલીસે લાઠિચાર્જ કરી ટીયરગેસના સેલ છોડ્યાં હતાં.
********
*?દાંતાના હડાદગામ 17 મે સુધી બંધ રાખવા નિર્ણય?*
અંબાજી બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકામાં કોરોનાનાપોઝીટીવ કેસ આવ્યા બાદ ગામડાઓ પણ સતર્ક બનવા લાગ્યા છે દાંતા તાલુકાનો હડાદ ગામ ચારથી પાંચ હજાર લોકોની વસ્તી ધરાવતુ ગામ છે જ્યાં 200 જેટલી વિવિધ દુકાનો આવેલી છે જ્યાં બાપોર બાદ બજારો બંધ કરી દેવાતા દુકાનો ને તાળાબંધી જોવા મlળી હતી અને ગામવાસીઓએ 100 ટાકા લોકડાઉન ની અમલવારી કરી છે
*******
*રાજ્ય સરકારે ઉદ્યોગો માટે મહત્વના નિર્ણયો લેવાયા*
૧૫મી માર્ચ પછીનાં ગેસનાં બીલની ડ્યૂ ડેટને ૧૦મી મે કરાઈ છે. ૧૦ મે સુધી ડ્યૂ થતાં ગેસ બીલ માટે 15-15 દિવસનાં ચાર હપ્તા કરાયા છે. રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, લેટ પેમેન્ટ પર વ્યાજના ૧૮ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરાયો ગેસનો વપરાશ કરતી દરેક ઈન્ડસ્ટ્રીઝને રાહત મળશે. ગુજરાતમાં ગેસનો ઉપયોગ કરતા તમામ ઉદ્યોગોને સરકારે રાહત આપી છે
********
*કોરોના વોરિયર્સ માટે મુખ્યમંત્રી રૂપાણીએ કરી જાહેરાત*
સમગ્ર રાજ્યમાં સેવાભાવથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મેડિકલ અને પેરામેડિકલ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ એક મહત્વની જાહેરાત કરી છે. ત્યારે જયંતી રવિએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત કરતા કહ્યું છે કે વર્ગ-૧ અને વર્ગ-૨ સંવર્ગના તબીબી અધિકારીઓને પ્રોત્સાહન રૂપે રૂપિયા ૨૫.૦૦૦ નું માનદ મહેનતાણું આપવામાં આવશે. નર્સિંગ સ્ટાફ, લેબ આસિસ્ટન્ટ સહિત વર્ગ-૩ ના કર્મચારીઓને રૂપિયા ૧૫.૦૦૦ નું માનદ પ્રોત્સાહક મહેનતાણું આપવામાં આવશે. વર્ગ-૪ સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને રૂપિયા ૧૦.૦૦૦ નું માનદ મહેનતાણું અપાશે. જ્યારે આઉટસોર્સિગ અને ફિક્સ પગારમાં સેવા આપતાં કર્મચારીઓને રૂપિયા ૫.૦૦૦ નું માનદ મહેનતાણું પ્રોત્સાહન તરીકે અપાશે
*********
*જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો બનાવવા મોદીને એક કરોડ પોસ્ટકાર્ડ મોકલાશે*
દેશમાં જનસંખ્યા નિયંત્રણ કાયદાની માંગ ફરીથી ઉઠવા લાગી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી એક કરોડ પોસ્ટ કાર્ડ મોકલવાની તૈયારી છે. ભાજપનાં નેતા અશ્વિની ઉપાધ્યાયે પોસ્ટ કાર્ડ અભિયાન શરૂ કર્યુ છે. અશ્વિની ઉપાધ્યાયે કહ્યુ છે કે, જનસંખ્યા વિસ્ફોટને રોકવા માટે કાયદો બહુજ જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે લાલ કિલ્લા પરથી જનસંખ્યા વધવા પર ચિંતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી મોદી સુધી જનતા તરફથી આ માંગ રાખવા માટે પોસ્ટકાર્ડ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.
********
*કુબેરનગરમાં વતન જવા અધીરા બનેલા શ્રમિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા*
અમદાવાદના કુબેરનગર બંગલા વિસ્તારમાં વતન જવા અધીરા બનેલા શ્રમિકોની ભીડ એકઠી થઈ હતી. નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ ગોઠવેલી વ્યવસ્થામાં ખોરવાતા શ્રમિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે શ્રમિકોએ બે કિલોમીટર લાંબી લાઈન લગાવી હતી
**********
*અમદાવાદ ઈન્ચાર્જ કમિશ્નરે અલગ ચીલો ચાતર્યો*
અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને આજથી મેગા સેનિટેશનની કામગીરી શરૂ કરી છે. જમાલપુર વિસ્તારમાં સવારથી આ કામગીરી શરૂ કરાઇ છે. સેનિટેશનની કામગીરીમાં રેડઝોનના વોર્ડને અગ્રીમતા આપવાનુ નક્કી કરાયુ છે. કમિશનર તરીકે ચાર્જ સંભાળતાની સાથે મુકેશકુમાર દ્વારા કમિશનર વિજય નહેરાની પધ્ધતિથી અલગ બાબતો ઉપર ભાર મુકયો છે. કમિશનરે શહેરમાં કોરોના કેસનુ સંક્રમણ ઘટાડવા,દર્દીઓને આપવામાં આવતી સારવારને વધુ ઝડપી અને સારી બનાવવાની સાથે મોતના વધતા આંકડાને ઘટાડવા ઉપર ભાર મુકયો છે
********
*સિવિલમાં સૌથી મહત્વની બેઠક દેશના ટોપના તબીબો રહ્યા હાજર*
અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે એઈમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજાએ અમદાવાદ સિવિલની મુલાકાત લીધી. કોરોનાના દર્દી માટે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. આ મુલાકાત દરમ્યાન આરોગ્ય સચિવ જયંતિ રવિ અને સિવિલનો ચાર્જ સંભાળનાર ડૉકટર એમ.એમ પ્રભાકર સિવિલ પહોંચ્યા હતા. અને સિવિલ હોસ્પિટલમાં તમામ અધિકારીઓની હાજરીમાં કોરોનાની સ્થિતિ અંગે સમિક્ષા બેઠક કરવામાં આવી હતી.
********
*સૌરાષ્ટ્રમાં ૪ કલાક સુધી મોબાઈલ ગયા મૂંગા મંતર થયા હતા*
દેશભરમાં બીએસએનએલમાં સ્વૈચ્છીક નિવૃત્તિ યોજના લાગુ થયા બાદ ૧ લાખ ૧૦ હજારથી વધુ કાયમી કર્મચારીઓએ નોકરીને બાય-બાય કર્યા પછી મેઈન્ટેનન્સની મોટાભાગની કામગીરીનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા સહિતના પાંચ સ્થળે મેજર કેબલ ફોલ્ટ સર્જાતા સૌરાષ્ટ્ર ગુજરાતમાં બીએસએનએલની સેવાઓ બપોરના ૧૨ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી હેલ્ડઅપ થઈ જતાં હજારો લોકોએ હાલાકી ભોગવવી પડી હતી.
*********
*રાજસ્થાનથી શ્રમિકો 200 કિ.મી. ચાલીને આવ્યા*
રાજસ્થાનના ઝાલોરનું સાથું ગામે કોલસા પાડવા માટે મંજુરી અર્થે ગયા હતા.જોકે કોરોના વાયરસના કારણે લોકડાઉન થતાં ત્યાં ફસાઇ ગયા હતા. પરિવારના મહિલા બાળકો મળી સભ્યોને જમવામાં પણ મુશ્કેલીઓ પડતાં ત્યાથી રેલવે ટ્રેક ઉપર ચાલી નીકળી ૨૦૦ કિલોમીટરનું અંતર કાપીને ૭ દિવસે ભીલડીલ પહોંચ્યા હતા.
*********
*બારડોલીમાં કોરોનાનો પ્રથમ કેસ આવતા તંત્રમાં દોડધામ*
સુરતના ઓલપાડ તાલુકાના સાંધીયર ગામની 3 વર્ષની બાળકીએ કોરોનાને મ્હાત આપી છે. 3 વર્ષીય બાળકીના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી ગ્રામજનોએ કોરોનાને હરાવી ઘરે પહોંચેલી બાળકી પર પુષ્પવર્ષા કરી તેને વધાવી.મહિલા બે દિવસ પહેલા જ અમદાવાદથી બારડોલી આવી હતી
********
*ગૃહપ્રધાન અમિત શાહે બંગાળના મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો*
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે કેટલાય ચકમક થતી જ રહે છે. હવે પ્રવાસી મજૂરોને લઈને બંને સામસામે આવી ગયા છે. ગૃહપ્રધાન અમિત શાહે બંગાળનાં મુખ્ય પ્રધાનને એક પત્ર લખ્યો છે. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે પ્રવાસી મજૂરોને ટ્રેનથી ઘેર પહોંચવામાં મમતા સરકાર કેન્દ્રની મદદ નથી કરી રહી
*********
*કોરાનાથી ખરાબ સ્થિતિ માટે પણ અમે તૈયાર-ડો. હર્ષવર્ધન*
વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે. પરંતુ તેમાં પણ અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાએ તબાહી મચાવી છે. જો કે આપણા સ્વાસ્થ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન ના જણાવ્યા પ્રમાણે ભારતમાં હજુ અમેરિકા, સ્પેન, ફ્રાન્સ અને ઇટાલી જેવી સ્થિતિ સર્જાઇ નથી. સાથે જ તેમણે ચેતાવણી પણ આપી છે કે દેશવાસીઓએ સૌથી ખરાબ સ્થિતિ માટે પણ તૈયાર રહેવું જોઇએ
*********
*?સરકારે રદ કર્યા 3 કરોડ રાશન કાર્ડ?*
સરકાર પહેલી જૂન 2020 થી એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજનાને લાગુ
કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યુ કે,રાશન કાર્ડના ડિજિટલીકરણ અને આધાર સિડિંગ દરમિયાન 3 કરોડ રાશનકાર્ડ ખોટા મળી આવ્યા છે. જેમને રદ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, સરકારે લોકડાઉનના સમયગાળા દરમિયાન ગરીબો માટે પ્રધાનમંત્રી ગરીબ યોજના હેઠળ જૂન સુધી 3 મહિના માટે પ્રત્યેક રાશનકાર્ડ ધારકને મફત એક કિલો દાળ વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે
*********
*?વતન નીકળેલા શ્રમિકો પ્રત્યે તંત્ર નિષ્ઠુર કેમ??*
શ્રમિકો સંકલનના અભાવે પીડા ભોગવી રહ્યા છે
પરિસ્થિતિ ને નિયંત્રણમાં રાખવા આવી પહોંચેલી પોલીસે લોકોને ઘેટા બકરાની જેમ એ એમ ટી એસ બસોમાં ભરી દેવાનો પ્રયાસ કર્યો હતો
અમદાવાદ: શહેરના ગોતા વિસ્તારમાં આવેલ મામલતદાર કચેરી એ વતન પાછા જવાની આશા સાથે મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થયા હતા પુરુષો મહિલાઓ, બાળકો અને સામાન સહિત જુદા જુદા પ્રાંતના મજુરો એકઠા થતાં તંત્ર દોડતુ થઇ ગયું હતું.ઉનાળાની બળબળતી બપોરે પોતાના વતન જવા પરમિશનનું કાગળીયુ અને વાહનની વ્યવસ્થાની આશા એ ભેગા થયેલા અસંખ્ય લોકોની આશા પર પાણી ફરી વળ્યું હતું.પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા આવી પહોંચેલી પોલીસે લોકોને ઘેટાં બકરાંની જેમ એ એમ.ટી.એસ બસોમાં ભરી દેવાનો પ્રયાસ કર્યો હતો
**********
*ભારતીય રિઝર્વ બટાલિયનના 73 જવાનો પોઝિટીવ*
નાસિક જિલ્લાના માલેગાવના હોટસ્પોટ વિસ્તારમાં દોઢ મહિના સુધી સુરક્ષા ડ્યુટી પર તૈનાત રહ્યા બાદ ઔરંગાબાદ પરત ફરેલા ભારતીય રિઝર્વ બટાલિયનના 73 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જો કે જવાનોમાં કોરોનાના લક્ષણ જણાઇ આવ્યા નથી. તેમને પ્રેયસ એન્જિનિયરિંગ કોલેજની બિલ્ડિંગમાં ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. જ્યારે પાંચ જવાનોને ઝાલના સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
***********
*?સુરતમાં કેરી વેચવાની છૂટ?*
સુરતમાં પાંચ દિવસ માટે શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ મુકાયો કેરીની પેટી વેચવાની છૂટ કેરીના છૂટક વેચાણ માટે મનાઈ માત્ર કેરીના આખા ક્રેટ કે પેટીઓ જ ખરીદવા લોકોને મંજૂરી
********
*સરકારે વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી અવગણી*
સરકારે વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી અવગણીને ટ્રમ્પનો કાર્યક્રમ કર્યો વિદેશી પ્રવાસીઓ બેરોકટોક ફર્યા નમસ્તે સાથે કોરોના વાઇરસ પણ ફેલાયો? અર્જૂનભાઇના આકરા પ્રહારો ગુજરાતમાં દર્દીઓની સંખ્યા ઓછી બતાવવા ટેસ્ટની સંખ્યા ઘટાડાયાનો આક્ષેપ
********
*?પાટનગરમાં?*
ગાંધીનગર:શહેરના 60હજાર ઘોરોમાં હોમિયોપેથી દવાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું
*******
*?રાહતના સમાચાર?*
રૂપાણીએ કરી મહત્વની જાહેરાત.માર્ચ અને એપ્રિલ માસના વીજ બિલ 30 મે સુધી ભરી શકાશે.તમામ વીજ વિતરણ કંપનીના વીજ ગ્રાહકોને મળશે રાહત.એપ્રિલ માસના વીજબીલમાં ફિક્સ ચાર્જ ડિમાન્ડ ચાર્જમાંથી મુક્તિ
**********
*રાજ્યમાં કોરોનાના નવા 394 કેસઃ કુલ આંકડો 7797*
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 7797 પર પહોંચી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા 2091 લોકો સાજા થયા છે. રાજ્યમાં કુલ મોતનો આંકડો 472 પર પહોંચ્યો છે.
*?જીલ્લા અનુસાર કેસો?*
અમદાવાદ 5540, વડોદરા 493, સુરત 854, રાજકોટ 66, ભાવનગર 94, આણંદ 77, ગાંધીનગર 119, પાટણ 24, ભરૂચ 28, નર્મદા 12, બનાસકાંઠા 77, પંચમહાલ 59, છોટાઉદેપુર 14, અરવલ્લી 71, મહેસાણા 42, કચ્છ 7, બોટાદ 53, પોરબંદર 3, ગીર-સોમનાથ 4, દાહોદ 20, ખેડા 29, મહીસાગર 44, સાબરકાંઠા 17, નવસારી 8, વલસાડ 6, ડાંગ 2, દ્વારકા 4, તાપી 2, જામનગરમાં 23, જૂનાગઢમાં 2, મોરબી,સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે.
???????

TejGujarati