કૃષ્ણપુર્વક …

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ મનોરંજન રમત જગત રાજનીતિ સમાચાર

અમારી પેઢી જે રામાયણ અને મહાભારત જોતી હતી… એ જ રામાયણ-મહાભારત અત્યારની પેઢી જુએ છે. અમે તો કોનું બાણ અલોપ થશે એવી જિજ્ઞાસા સાથે જોતા હતા.. પણ આ જનરેશન બંને મહાકાવ્યો સહ-રસ જુએ છે. જાણવા-સમજવા પ્રયત્ન કરે છે. એમના એ જ એષણા વિચાર આપી જાય કે, જ્ઞાન-કર્મ-સંન્યાસ-અર્પણની સમજ આપતો ગ્રંથ ગીતા પણ જો તેમનો રસ જાગ્રત થાય એ રીતે આપવામાં આવે તો.. આ જનરેશન પણ એ ગ્રહણ કરવા માટે અર્જૂન બને એમ છે. ગીતાજ્ઞાન સમજવા માગતા તમામ અર્જૂન માટે શબ્દસારથી બનીને હું લઈને આવું છુ ગીતાજીના તમામ અધ્યાય અત્યારના અંદાજમાં… અહીં કુરુક્ષેત્રનું મેદાન નથી, યુટ્યુબનું વિશ્વમાં પથરાયેલું ડીજીટલ મેદાન છે. અહી અસ્ત્ર-શસ્ત્ર અને યોદ્ધા નથી, શબ્દ જ પ્રશ્ન છે, શબ્દ જ ઉકેલ છે, શબ્દ જ શસ્ત્ર છે. તમારા વિચારોનું યુદ્ધ છે, ને ગીતાજીના શ્લોક થકી એ વિચારયુદ્ધ કેવી રીતે વિરામ પામે એનો રસ્તો બતાવતો હું સારથી છુ. પાર્થસારથી એવા કૃ્ષ્ણએ કહેલા શબ્દો તમારા સુધી પહોંચાડતો શબ્દસારથી હું બનું છુ. ને લઈને આવું છુ કૃષ્ણપૂર્વક

TejGujarati