ક્યાંક વાંચવામાં આવ્યુ.. તો મગજ બહેર મારી ગયું !! તમને પણ આશ્ચર્ય થશે જ !!

આંતરરાષ્ટ્રીય સમાચાર

ભૌતિક વિજ્ઞાનની ગણતરી પ્રમાણે કોરોનાનાં 1 વાયરસ નું વજન લગભગ 0.85 એટ્ટોગ્રામ(atto gram) એટલે કે 0.00000000000000000085 ગ્રામ છે , સરળ ભાષામાં કહીએ તો માત્ર 0.85 ગ્રામ વજનના દસ લાખમા ભાગના ફરી વાર દસ લાખ ભાગ કરી, ફરીવાર તેના કરોડ ભાગ કરીએ એટલું સૂક્ષ્મ વજન થાય આ ખતરનાક વાયરસનું.

આવા 70 અબજ વાયરસ (0.0000005 ગ્રામ વજનના) શરીરમાં ભેગા થઈને તંદુરસ્ત માણસને સંક્રમિત કરી પોઝિટિવ બનાવી શકે.

અત્યારે પૃથ્વી પર આશરે 30 લાખ માણસો કોરોના પોઝિટિવ ગણીએ તો તેમને રોગી બનાવનાર તમામ વાયરસનું કુલ વજન આશરે 1.5 ગ્રામ થાય.
લ્યો બોલો !

આ ખાલી દોઢેક ગ્રામ વિષાણુઓએ ધરતી પરની આખી માનવ જાત ને ઘુંટણીયે પાડીને એની ઔકાત બતાવી છે !!

અણુ મિસાઈલો તો તોડ ફોડ કરી નાશ કરે, અને આ તો.. તમારા શહેરના તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અકબંધ રાખી ને વિનાશ કરે.. !! પાછળ બચે તેને કોઈ તકલીફ જ નહિ !!

TejGujarati