નોંધ ન લેવાયેલ ફોટોગ્રાફરોની વ્યથા.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાઈરસની મહામારીથી પીડાઈ રહ્યું છે. ભારતમાં પણ છેલ્લા 42 દિવસથી lockdown કરવામાં આવ્યું છે. અને હાલમાં પણ જે પ્રકારે સમગ્ર વિશ્વમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધતી જાય છે, ત્યારે lockdown ક્યારે ખુલી શકશે, તે નિશ્ચિત કહી શકાય તેમ નથી.

ત્યારે અમદાવાદમાં ફોટોગ્રાફરોને પણ lockdown નાં કારણે ધંધા રોજગાર સદંતર બંધ હોવાથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અને આવનારા દિવસોમાં દરેક ધંધા અને છૂટ આપવામાં આવશે, ત્યારે પણ લોકો શુભ પ્રસંગ તો ટૂંકમાં જ કરવાનો પસંદ કરશે, તેવા સમયમાં ફોટોગ્રાફરોની વ્યથા શા માટે નજર અંદાજ કરવામાં આવે છે.

કોરોના વાયરસ આક્રમણના પગલે દેશભરમા લાગુ પાડવામાં આવેલ લોકડાઉનના કારણે મોટા ભાગના ધંધા ઠપ થઈ જવા પામ્યા છે, હાલની પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારના લગ્ન કે અન્ય શુભ પ્રસંગોના આયોજન સ્નેહ મિલન,સરકારી મેળાવડા,સામાજિક ફંકશન વગેરે પર પ્રતિબંધ હોવાને કારણે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી વ્યવસાય સાથે સંકળાયેલા વ્યવસાયકારોના સિઝનેબલ ધંધા બંધ હોવાથી તેમની હાલત કફોડી બની છે.ત્યારે આવનારા દિવસોમાં અને આ લોકડાઉનના સમયમા જે શુભ મુહૂર્ત હતા તે પણ પુરા થઇ જવાથી હવે આવતા ડિસેમ્બર સુધીમાં નવુ કામ મળશે નહિ, અને તેમની પાસે કામ કરવા માટેનો બીજો કોઈ વિકલ્પ નથી.

અમદાવાદના અમારા કર્ણાવતી પશ્રિમ ફોટો વિડીયો એશોસિએશના આસરે 650 સભ્યો છે, અને અમદાવાદનાં બીજા જુદાં જુદાં એશોસિએશનના આશરે 5000 કરતા વધારે સભ્યો અને વ્યવસાયકારોને આગામી દિવસોમાં ઘરખર્ચ, સંતાનોના અભ્યાસ, કેમેરા માટે લીધેલ લોનના ઇ એમ આઇ ભરવાના સહિતની અનેક મુશ્કેલીઓ ઉભી થશે

ઉપર મુજબની વિગતો ધ્યાનમાં રાખીને સરકારને અમોને કોઇ રાહત પેકેજ આપવા વિનંતિ કરીએ છીએ. અને આપના રાહત પેકેજમાં અમારા વ્યવસાયોને પણ સમાવેશ કરવા સરકારને મિડીયાના માધ્યમ મારફતે વિનંતી કરીએ છીએ.

આપનો વિશ્વાસુ

જયંતભાઇ એન. પટેલ

( પ્રમુખ) તથા

કર્ણાવતી પશ્રિમ ફોટો વિડીયો એશોસિએશનના કમિટી મેમ્બરો

આશા રાખે છે કે ઉપર જણાવેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આર્થિક સહાય આપવા શકારાત્મક નિણૅય લેશો, તેવી આપશ્રીને, અમારા દરેક ફોટોગ્રાફરસૅ વિડીયોગ્રાફસૅ મિત્રોની નમ્ર વિનંતી છે.

TejGujarati