દેખાય અલગ ગુજરાતી…હેલીક.

સમાચાર

ભલે,રહે ભાત-ભાતની જાતિમાં પણ,
દેખાય અલગ ગુજરાતી…
ચાલે છે વંટોળ દુનિયામાં A,B,C,D,નો,
તોય,’ક’ કમળની રીત લાગે સાચી,
દેખાય અલગ ગુજરાતી…
સવારે ચા-રોટલો, બપોરે કઢી અથવા ભાજી,
ખાવામાં બધાંથી શોખીન,ચટાકો કરે તપેલી ચાટી,
દેખાય અલગ ગુજરાતી…
મુંબઈનું હોય ચોર-બજાર કે દિલ્લીનું ચાંદની-ચોક,
ખરીદીમાં સૌથી આગળ રહે ને વસ્તુની કિંમત આંકે આધી,
દેખાય અલગ ગુજરાતી…
ધોળીયા આવે,ધોળું બતાડે,થાય સંસ્કૃતિથી રાજી,
એક પાસે બીજી વ્યક્તિ જન્મો સુધી રહે,લાગે અજાયબી,
દેખાય અલગ ગુજરાતી….
હેલીક….

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply