એમ થાય મળીને દુનિયા ની પચરંગી પ્રજાને, આ ધરતી પર ગુજરાતી સમી કોઈ જાતિ નથી.- પૂજન મજમુદાર.

સમાચાર

જેઓ નાખી ને ગયા હશે પાયા સમૃદ્ધિના
આજ આપણી વચ્ચે એમની હયાતી નથી.

ક્યાંક ઢોલ વાગેને કોઈ અજબ રંગે રંગાય
થાય આમ જયારે પણ,ખુશી હૈયે સમાતી નથી.

જ્યારથી બેઠી છે પાનખર આ જીવનજંગલમાં
કોઈ કોયલ આ મનડાની ડાળે કંઈ ગાતી નથી.

રેતાળ રણને ગરમાવી રહી છે સુરજની સૌગાત
એક લહેરખી સુદ્ધાં પવનની ક્યાયથી વાતી નથી.

એમ થાય મળીને દુનિયા ની પચરંગી પ્રજાને
આ ધરતી પર ગુજરાતી સમી કોઈ જાતિ નથી.

પૂજન મજમુદાર ૮/૬/૨૦૧૪

TejGujarati