“બહુ વખણાતાં ગાંઠીયા ને દાઢે ચડ્યાં બહુ ઢોકળાં,
ફાફડા જલેબી ખાખરા ને ઘી થી તરબોળ થેપલાં,
ઓળખ અમારી આગવી અમે ખમીરવંતા ગુજરાતી.
અમે મોજીલાં ગુજરાતી અમે ખમીરવંતા ગુજરાતી.”
ગુજરાત રાજ્યની સ્થાપનાના 60 માં વર્ષે ખમીરવંતા,મોજીલાં મારા ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભ કામના.કોરોનાની વિકટ મહામારી પરિસ્થિતિમાં ગુજરાતને કોરોના મુક્ત કરવા આવો આપણે સૌ ગુજરાતી સાથે મળી ગુજરાતની ગાથાને ગૌરવવંતી કરવામાં આપણું યોગદાન આપી ગુજરાતને કોરોના મુક્ત કરીએ.”આપણે સૌ ઘરમાં જ રહીએ ગુજરાતની સુરક્ષા કરીએ.”
જય જય ગરવી ગુજરાત.
મેં ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપનાર મારા સવાયા ગુજરાતીઓના સન્માનમાં આજે ગુજરાતના 60 માં સ્થાપના દિને મારી રચના દ્વારા સત્ સત્ કોટી વંદન.ધન છે એ ગુજરાતી માતાઓને કે જેમણે આપણને આવાં અમૂલ્ય મોતીઓ આપ્યા છે તો એ માતાઓને નત્ મસ્તક મારા વંદન હો.
“ખમ્મા ગુજરાત ખમ્મા ગુજરાતી”
હે ખમ્મા ખમ્મા વીરા મારા ખમ્મા,ખમ્મા તમારી જનની ને
હે તમે નામ ગુજરાતનું દિપાવ્યું, ખમ્મા તમારી જનનીને..2
પોરબંદરમાં મોહનજી જન્મ્યા,દેશ દુઃખ ખાતર કપડાં ત્યજ્યા,
હે તમે આઝાદીના છો દેનાર,
હે.ખમ્મા ખમ્મા ગાંધીજી તમને ખમ્મા….ખમ્મા તમારી જનનીને….
લોહ પુરુષ તમે ખેડૂતોના સરદાર,રાજા રજવાડાંને એક તમે કરનાર,
હે તમેં અખંડ ભારતના છો ઘડનાર,
હે ખમ્મા ખમ્મા સરદાર પટેલ ખમ્મા …..ખમ્મા તમારી જનનીને…
નડિયાદ વાસી તમે પામદત્ત કેવાતાં,ઇન્દુચાચાથી તમે ઓળખાયા,
હે તમે ગુજરાતની સ્થાપના કરનાર,
હે ખમ્મા ખમ્મા ઇન્દુચાચા ખમ્મા….ખમ્મા તમારી જનનીને…..
રાજ દરબારી તમે લાઠી ના રાજા,કાવ્ય સાહિત્ય ના તમે છો જ્ઞાતા,
હે તમે સાહિત્યના છો ઘડનાર,
હે ખમ્મા ખમ્મા કલાપી તમને ખમ્મા….ખમ્મા તમારી જનનીને…
રાષ્ટ્રીય શાયરને ,કવિ,વાર્તાકાર,લોકસાહિત્યના તમે છો શોધનાર,
હે તમે ચારણ કન્યાના છો રચનાર,
હે ખમ્મા ખમ્મા મેઘાણી તમને ખમ્મા ..ખમ્મા તમારી જનનીને….
અવકાશ સંશોધનની ઈચ્છા તમારી અમદાવાદે સ્થાપી ઈસરો ન્યારી,
હે મંગળ,ચંદ્ર ના સ્વપન જોનાર,
હે ખમ્મા ખમ્મા વિક્રમ સારાભાઈ ખમ્મા ..ખમ્મા તમારી જનનીને…..
કાંતિકારી તમે વકીલ, પત્રકાર,કચ્છ માંડવીના,તમે છો વસનાર,
હે તમે પરદેશે ક્રાંતિ કરનાર,
હે ખમ્મા ખમ્મા શ્યામજી કૃષ્ણ ખમ્મા ખમ્મા તમારી જનની ને……
એક નામ અમિતને બીજું નરેન્દ્ર,ગુજરાતના સપૂત જાણે લાગે મૃગેન્દ્ર,
હે તમે સ્વર્ગ કાશ્મીરના છો ઇન્દ્ર,
હે ખમ્મા ખમ્મા ગુજરાતી તમને ખમ્મા. ખમ્મા તમારી જનની ને
હે તમે નામ ગુજરાતનું દિપાવ્યું, ખમ્મા તમારી જનનીને….
જય શ્રીમાળી કહે હું રે ગુજરાતી,શિક્ષક છું ને ભણાવું ગુજરાતી,
હે એવા સવાય સૌથી ગુજરાતી,
હે ખમ્મા ખમ્મા ગુજરાતીઓ તમને ખમ્મા ખમ્મા તમારી જનનીને
કવિ-“શુકુન”જયેશ શ્રીમાળી પલિયડ.
