ફોટોગ્રાફરોની વ્યથા.

સમાચાર

પ્રિય ફોટોગ્રાફર ભાઈઓ,
આપણે માત્ર વર્કશોપ માં જ વ્યસ્ત છીએ…. બધા બિઝનેસ ના સર્વે થાય છે. કે ક્યાં બિઝનેશ માં કોને કેટલું નુકશાન થયું…? શું આપણા કોઈ એસોસિએશને આવી કોઈ કાર્યવાહી કરી છે? લેબ વાળાના ભરોસે ના બેસી રહેતા, કારણ કે એ બધા પહોંચેલા છે અને એની કેટેગરી પણ અલગ છે. તમે વિચાર્યું છે કે આપણો ધંધો હવે દિવાળી પહેલા ચાલુ થાય એવા કોઈજ સંજોગ નથી. સરકાર દ્વારા લોકડાઉન પછી પણ કોઈ ફંક્શન કરવા માટે ની શરતો બહુ જ આકરી રાખશે. અને નોંધી લેજો કે મોટાભાગે ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી માટે પ્રતિબંધ જ હશે. બીજું કે અત્યાર થીજ બધા સામાજિક આગેવાનો સલાહ પણ આપવા લાગ્યા છે કે હવે આપણે કોઈપણ પારિવારિક પ્રસંગ ને બિનજરૂરી ખર્ચ કર્યા વગર ના સાદાઈ થીજ કરવા…. અને ફોટોગ્રાફરો તમે એક વાત ને ખાસ નોંધી લેજો કે સમાજનો દરેક વર્ગ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી ને બિનજરૂરી ખર્ચો જ માને છે. એની નજરમાં આપણી દિવસ રાતની ગધા મજૂરી એક ફાલતુ અને ફિજૂલ ખર્ચો જ છે. મિત્રો જાગો, આજે વર્કશોપ કરતા પહેલા આના વિષે વિચારો. ઘણા મિત્રોએ 4 થી 5 લાખની કીટ હપ્તે થી લીધી છે, ધંધો જ નહિ હોઈ તો શું કરશો? ચાલો એ વાત પછી ની છે પણ આપણા પરિવાર નું પેટ તો ભરવુંજ પડશે ને? મિત્રો દરેક ફોટોગ્રાફર ની ફરજ છે કે આ સમયે તમે તમારા એશોશિએશન ને ઢંઢોળો. અને જરૂર પડે તો એની સાથે ઉભા રહીને સહકાર પણ આપો. બીજી એક વાત. આપણી સાથે કામ કરતા બ્રાહ્મણ ભાઈઓ એ ઘણા દિવસ પહેલાજ સરકાર ને આ મુજબ ની એક અરજી છે કે લોકડાઉન ના લીધે અમારો ધંધો ચોપાટ થઇ ગયો છે અને અમે બેકાર થઇ ગયા છીએ. તો અમારા માટે પણ કઈંક રાહત નું પેકેજ આપો. શું આપણા ફોટોગ્રાફર વતી કોઈ એ આવી રજૂઆત કરી? આવી રજૂઆત કોઈ એક એ નહિ દરેકે દરેક નાના મોટા શહેરો ના એસોસિએશન એ કરવી પડે તો જ કઈંક અસર થાય. અને ટિક્ટોકયા વિડિઓ કે યુટ્યુબીયા વિડિઓ થી તમારું ઘર ચાલે એવું તમે માનતા હોઈ તો (અમુક લોકો ને છોડી ને) એ તમારી ભૂલ છે. સમજાય તો ઠીક છે નહીંતર વર્કશોપ, ટિક્ટોક કે યુટ્યુબ મુબારક. કિરણ કાકડિયા એક ફોટોગ્રાફર જય હિન્દ.

TejGujarati