“દિવ્યતા, ભવ્યતા અને બુદ્ધિમતા નો ત્રિવેણી સંગમ એટલે. ગુજરાત” “ગરવી ગુજરાત અને ગૌરવવંતો ગુજરાતી” સંજય રાય, “શેરપુરિયા”

સમાચાર

ભારત ની પાકિસ્તાન સાથે ની આતંકવાદ ની લડાઈ ચાલી રહી હતી ત્યારે સમગ્ર દેશવાસી ઓ ના જીભે “મોદી-મોદી:” સંભાળવા મળ્યું અને તાજેતર ની લોકસભા ની ચુંટણી માં સમગ્ર દેશ ના મોઢે એકજ શબ્દ , “મોદી મોદી” સંભળાયો અને પરિણામ એવું આવ્યું કે એક ગુજરાતી માટે આત્યંતિક ગૌરવશાળી ક્ષણ આવી, એટલુજ નહિ પણ અકલ્પનીય પરિણામ પણ દેખાયું, એટલે મને યાદ આવી ગરવી ગુજરાત અને ગૌરવશાળી ગુજરાતી ની..
ગુજરાત આમ તો સમગ્ર દેશ માં અગ્રીમ સ્થાન પર રહ્યું છે પણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી ના આવ્યા પછી તો ગુજરાત નું નામ દેશ-વિદેશ માં પ્રસિદ્ધ થઇ શક્યું છે તે વાત સર્વ ભારતીયો એ માનવી પડે તેમ જ છે. ૧૩ વર્ષ ના મુખ્યમંત્રી તરીકે ના કાળ દરમિયાન મોદી જી એ સમગ્ર વિશ્વ ને ગુજરાત – ગુજરાત બોલતા કરી દીધું. આ ગુજરાત ની વિશેષતાઓ શું છે …? એવું તે શું છે આ ગુજરાત માં કે તે વિશ્વ ને મંત્રમુગ્ધ બનાવી શક્યું ….? ગુજરાત એ કઈ આજકાલ થી લોક જીભે છે તેવું નથી. ગુજરાત નો ઈતિહાસ પાંચ હાજર વર્ષ થી સમૃદ્ધ છે. પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ એ પણ પોતાની રાજધાની ગુજરાત ના દ્વારિકા માં ઉભી કરી. એનો મતલબ જ એ છે કે ગુજરાત એ એવી તપોભૂમિ છે કે ભગવાન કૃષ્ણે પણ ભારત ભર માં થી તેની પસંદગી કરી અને ગુજરાત માં સોના ની દ્વારિકા બનાવી. ભારત ના બાર જ્યોતિર્લીંગો માં નું એક, સોમનાથ મહાદેવ નું મંદિર અને કૃષ્ણ ભગવાન ની દ્વારકા નગરી એ ગુજરાત ને ગૌરવવંતુ બનાવી દીધું. આ ગુજરાત ને પાંચ હાજર વર્ષ પછી પણ એટલું જ મહત્વ અન્ય મહાનુભાવો અને સંતો એ આપ્યું. ભાગવત કથાકાર અને બીજા સુખદેવજી મહારાજ ગણાતા શ્રી ડોંગરે જી મહારાજે ભાગવત માટે, સ્વાધ્યાય પરિવાર ના પ્રણેતા શ્રી પાંડુરંગ શાસ્ત્રીજી એ ગીતા જ્ઞાન માટે અને સ્વામીનારાયણ સંપ્રદાય ના શ્રી સહજાનંદ સ્વામી એ પોતાના સંપ્રદાય ના વિકાસ માટે મહત્વની ભૂમિ તરીકે ગુજરાત ને પ્રાધાન્ય આપ્યું. આ ગુજરાત માં આજે પણ વિશ્વ પ્રસિદ્ધ રામાયણી શ્રી મોરારી બાપુ, ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા જેવા અનેકવિધ સંતો ઉપલબ્ધ છે. ગુજરાત માં વીરપુર ની જલારામ બાપા ની જગ્યા, સતાધાર ની જગ્યા, આપા ગીગા ની જગ્યા, બાપા સીતારામ ની જગ્યા જેવી અનેકવિધ ધાર્મિક અને સેવા સંસ્થા ઓ કાર્યરત છે, જેમાં કોઈ પણ નાત જાત ના ભેદભાવ વિના સર્વ ને નિશુલ્ક પ્રવેશ મળે છે.
જો ગુજરાત ની રાજનૈતિક બાબત ની ચર્ચા કરવામાં આવે તો, ભારત અને પાકિસ્તાન બંને દેશો ના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને મોહમદ અલ્લી ઝીન્હા બંને ગુજરાતી છે, મતલબ ગુજરાતે વિશ્વ ને બે રાષ્ટ્રપિતા આપ્યા છે. મહાત્મા ગાંધી જી કે જેનાથી ચર્ચિલ જેવા વિદેશી સમ્રાટો પણ ડરતા હતા, જેના નામ માત્ર થી અંગ્રેજો ની ઊંઘ હરામ થઇ ગઈ હતી અને જેમણે પોતાના સત્ય અને અહિંસા ના સીન્દ્ધાંત માત્ર થી ભારત ને આઝાદી અપાવી તેનો જન્મ ગુજરાત ના પોરબંદર ગામ માં થયેલો અને તેમણે રાજકોટ ની એક સામાન્ય શાળા માં અભ્યાસ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ કે આઝાદી બાદ ભારત ના નાના નાના રજવાડા કે જેઓ દેશ ને તાબે થવા ઈચ્છતા ના હતા તે સર્વ ને એક કઈ અખંડ ભારત બનાવ્યું તે લોખંડી પુરુષ નો જન્મ પણ ગુજરાત ના કરમસદ ગામ માં થયું હતો અને તેમની પ્રારભિક કારકિર્દી પણ ત્યાં જ થઇ હતી. ભારત ના એક જમાના ના વીર પુરુષ અને માજી વડાપ્રધાન શ્રી મોરારજી ભાઈ દેસાઈ પણ ગુજરાતી જ હતા, જેમનો ભારત ની રાજનીતિ માં મહત્વ નો ફાળો છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નું ભારતીય ઈતિહાસ નું એક મહત્વ નું પાત્ર, ભારત ના ઝાંબાઝ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી ના પતિ, રાજીવ ગાંધી અને સંજય ગાંધી ના પિતા- રાહુલ અને પ્રિયંકા ના દાદા એવા શ્રી ફિરોઝ ગાંધી પણ બેઝીક ગુજરાતી પરિવાર ના જ હતા. બીજા મહત્વ ના ઘણા નેતા ઓ ગુજરાતે આપ્યા જ છે પણ આ તો માત્ર વૈશ્વિક ખ્યાતી પામેલા નેતા ઓ ની જ કરું છું. અને આજ ના કપરા કાળ માં છેલ્લા પાંચ વર્ષ થી પ્રધાનમંત્રી બની ને વિશ્વ ભાર માં ભારત અને હિન્દુસ્તાની સંસ્કૃતિ નો ડંકો વગાડનાર શ્રી નરેન્દ્ર મોદી જી પણ એક ગૌરવવંતા ગુજરાતી જ છે, ૨૦૧૪ સુધી વિશ્વ ના જે દેશો ભારત ને ઓળખતા પણ ના હતા તે સમગ્ર દેશ આજે બે મોઢે મોદી જી અને ભારત ના વખાણ કરતા થઇ ગયા છે. જે બાબતો સ્વપ્ના માં પણ ના હતી તેવી , ઘર ઘર માં વીજળી, દરેક મહિલા ને ગેસ, ખેડૂતો ને તેના અધિકારો, લશ્કર ને તેના અધિકારો, યુવાનો ને તેના અધિકારો, દરેક વ્યક્તિ ને ઘર નું ઘર મળે તેના પ્રયત્નો, દેશ ના કરોડો લોકો ને વિના મુલ્યે આરોગ્ય વીમા ની સવલત, ગરીબ લોકો ને પોતાનું બેંક ખાતું ….. અરે તેમની વાત કરવા જઈએ તો દિવસો વીતી જાય અને લખાણ ના પાના ભરાઈ જાય તે નરેન્દ્ર મોદીજી એ ગુજરાત નું ગૌરવ છે.
આ તો વાતો હતી ધર્મ અને રાજકારણ ની ….. હવે જોઈએ કે ઔદ્યોગિક ક્ષેત્ર માં ગુજરાત નો ફાળો શું છે ? … ઉદ્યોગો ની વાત આવે એટલે સમગ્ર વિશ્વ ના મુખે થી એક નામ સૌથી પહેલા આવે, અને તે એટલે રિલાયન્સ પરિવાર. રિલાયન્સ નું આટલું મોટું સામ્રાજ્ય ઉભું કરનાર ધીરુભાઈ અંબાણી ગુજરાત ના જુનાગઢ જીલ્લા ના એક નાનકડા ગામ ના વાતની હતા. પેટ્રોલ પમ્પ ઉપર સામાન્ય નોકરી કરતા ધીરુભાઈ એ સપનું સેવ્યું …”એક પોતાની કંપની સ્થાપવાનું અને પોતાની કંપની ને દેશ ની નંબર વન કંમ્પની બનાવવાનું”, અને પરિણામ સ્વરૂપે આજે રિલાયન્સ દેશ ની નંબર વન કંપની છે. રિલાયન્સ પછી તુરંત જ જેનું નામ આવે તે એટલે TATA પરિવાર. જમશેદજી તાતા જેઓ તાતા ગ્રુપ ના રચયીતા હતા તેઓ પણ એક ગુજરાતી પારસી પરિવાર ના જ હતા. આજે દેશ માં TATA STEEL, TATA SON’s, TATA GROUP સહિત ની ૪૦ થી પણ વધારે કંપની ઓ આ ગ્રુપ ની છે અને વિશ્વ ભાર માં પ્રખ્યાત છે. આજે વિશ્વ ના અગત્ય ના ક્ષેત્રો માં ગુજરાતી ઓ ની બોલબાલા છે. તમે લંડન જાઓ કે અમેરિકા, કેનેડા જાઓ કે આફ્રિકા…. દરેક દેશો માં ગુજરાતી ઓ મહત્વ ની ભૂમિકા માં છે. ભારત ના કોઈ પણ ખૂણે જાઓ તો ગુજરાતી સમાજ અને ગુજરાતી થાળી તો ઉપલબ્ધ છે જ, અને મુંબઈ, દિલ્હી, કલકતા, આસામ કે પછી બેંગ્લોર, દરેક જગ્યા પર ગુજરાતી ઓ ની બોલબાલા છે. હિન્દુસ્તાન નો હીરા ઉદ્યોગ, સાડી ઉદ્યોગ, કપડા ઉદ્યોગ, મશિનરી ઉદ્યોગ, દવા ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગ, શેર બઝાર …. મોટા ભાગે ગુજરાતી ઓ ના હાથ માં જ છે. વિપ્રો ના ચેરમેન અઝીમ પ્રેમજી ગુજરાતી છે, કોટક બેંક ના ઉદય કોટક ગુજરાતી છે, સન ફાર્મા ના દિલીપ સંઘવી ગુજરાતી છે, બોમ્બે ડાઈંગ ના નેસ વાડિયા ગુજરાતી છે, દાદાભાઈ નવરોજી ગુજરાતી છે, બ્રિટીશ સ્ટોક બ્રોકિંગ ના હેમીશ શાહ ગુજરાતી છે, નીરમાં ગ્રુપ ના કરસનભાઈ પટેલ ગુજરાતી છે, બોમ્બે સમાચાર ના ફરદુનજી ભાઈ ગુજરાતી છે, અદાણી ગ્રુપ ગુજરાતી છે, ઘર ઘર માં સાત્વિક દૂધ પહોચાડનાર અમુલ બ્રાંડ પણ ગુજરાત ના આણંદ માં સ્થાપિત છે ….. અરે ભાઈ ગુજરાતી ઉદ્યોગપતિ ઓ ની વાત કરવા જઈએ તો સવાર થી સાંજ થઇ જાય.
હવે આપણે જોઈએ કે ગુજરાત નો સાયન્સ અને ટેકનોલોજી માં શું ફાળો છે ….! ન્યુક્લીઅર ની દુનિયા માં જેમને “ફાધર ઓફ નુક્લિઅર પ્રોગ્રામ” કહેવામાં આવે છે તેવા હોમી ભાભા, કે જેઓ ના નામ ઉપર થી ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર થયેલું છે તેઓ પણ એક ગુજરાતી જ છે. એટલું જ નહિ PRL ( ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી) ના સંસ્થાપક અને એટોમિક ની દુનિયામાં જેમનો મહત્વ નો ફાળો છે એવા વિક્રમ સારાભાઇ એક ગુજરાતી જ છે. વરસો સુધી દેશ વિદેશ ના માટે ટેલીકોમ ક્ષેત્ર માં સેવા આપનાર, ભારત અને દુનિયા ભાર માં જેમનો ખુબજ અગત્ય નો રોલ છે અને એક જમાના માં ભારત ના વડાપ્રધાન ના સલાહકાર હતા એવા શ્રી સામ પિત્રોડા પણ એક ગુજરાતી જ છે. કમ્પ્યુટર સાયન્સ ના પ્રણવ મિસ્ત્રી એક બાહોશ ગુજરાતી છે, એટલું જ નહિ ISRO ના ડાયરેક્ટર શ્રી પ્રફુલ ભાવસાર પણ ગુજરાતી છે.
રાજકારણ, ઉદ્યોગ, ધર્મ અને ટેકનોલોજી …. દરેક વિભાગો ગુજરાતી ઓ થી ધમધમે છે ત્યારે રમત ગમત ના ક્ષેત્ર માં શું …? ક્રિકેટ ની દુનિયા માં સંખ્યાબદ્ધ સારા ક્રિકેટરો ગુજરાતે આપ્યા છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટ ના ૬૦ ના દાયકા માં જેમને દુનિયા ભર ના ક્રિકેટરો ને હંફાવી દીધા હતા એવા શ્રી સલીમ દુરાની ગુજરાત ના જામનગર ના વતની છે. ત્યાર બાદ નરી કોન્ટ્રાક્ટર અને વીનું માંકડ જેવા વીર ક્રિકેટરો પણ ગુજરાતે જ આપ્યા અને આજે જોઈએ તો છેલા ૧૫ વર્ષ માં અજય જાડેજા, રવીન્દ્ર જાડેજા, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, નયન મોંગિયા, પાર્થિવ પટેલ, ચેતેશ્વર પુજારા, જયદેવ ઉનડકટ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, અક્ષ્રર પટેલ જેવા અનેક વિધ ઝાંબાઝ ક્રિકેટરો ભારતને ગુજરાતે આપ્યા છે. એટલુજ નહિ પણ ઇન્ડિયન હોકી પ્લેયર મિતેશ પટેલ, ન્યુઝીલેન્ડ હોકી પ્લેયર મોહન પટેલ, અમેરિકન બેઝબોલ પ્લેયર દિનેશ પટેલ…. આ બધા જ ગુજરાતી છે. વિશ્વ ના અનેક વિધ દેશો માં અલગ અલગ રમત માં મુખ્ય ભૂમિકા માં ગુજરાતી ઓ છે જ.
ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા રહી ચુકેલા શ્રી સામ ભરૂચા અને શ્રી કાપડિયા ગુજરાતી હતા. એટોમી જનરલ ઓફ ઇન્ડિયા રહી ચુકેલા સોલી જેહાંગીર ગુજરાતી હતા. સુપ્રીમ કોર્ટ ઓફ પાકિસ્તાન ના જજ રહી ચુકેલા દોરાબ પટેલ ગુજરાતી હતા. પરમવીર ચક્ર વિજેતા અર્દેશીર તરપોએરલ ગુજરાતી હતા. આ ઉપરાંત આસ્પી એન્જીનીઅર, ફાલી હોમી, સામ માણેકશા, જય કુર્શેત્જી, અડી શેઠના જેવા અનેક વીર યોદ્ધા ઓ પણ ગુજરાતે જ આપ્યા છે. ઠક્કર બાપા અને નાના ચુડાસમા જેવા સામાજિક કાર્યકરો તથા ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી અને ગુલાબદાસ બ્રોકર જેવા ઉમદા સાહિત્યકારો પણ ગુજરાતે આપ્યા છે. સંજય લીલા ભંસાલી જેવા ફિલ્મ નિર્દેશક અને સંજીવકુમાર, આશા પારેખ, પરેશ રાવલ ડિમ્પલ કાપડિયા, મનોજ જોશી જેવા ફિલ્મી કલાકારો કે જેઓ એ ફિલ્મ જગત માં અભિનય નો ડંકો વગાડ્યો છે … તે બધા પણ ગુજરાતી જ છે ને …! અરે ખાવા પીવા માં પણ ગુજરાતી વાનગીઓ દેશ વિદેશ માં મશહુર છે. ગુજરાતી ઊંધિયું અને ઢોકળા કે થેપલા આજે દુનિયાભર માં પ્રસિદ્ધ છે. ગુજરાતી થાળી માં ૮૦ થી ૧૦૦ પ્રકાર ની વાનગીઓ પીરસવામાં આવે છે. અરે, દેશભર ની હોટેલ અને ધાબાઓ માં અગર ગુજરાતી વાનગી નું બોર્ડ મારવામાં ના આવે તો હોટેલ ચાલે પણ નહિ.
આ હતો ગુજરાત નો રસથાળ …. એટલે કે ગૌરવવંત ગુજરાતીઓ.
મતલબ કે ગુજરાત એ એવું રાજ્ય છે કે જેણે ભારત દેશ અને વિશ્વ ને મહાન વિભૂતીઓ, સારા માં સારા ઉદ્યોગપતિઓ, ઝાંબાઝ સેનાપતિઓ, અવ્વલ વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, ધાર્મિક અગ્રણીઓ અને રાજકારણ ના માંધાતાઓ અર્પણ કર્યા છે અને અવિરત પણે અર્પણ કરતુ આવ્યું છે. આજે ગુજરાત માં દરેક ક્ષેત્ર માં રોકાણ કરવા માટે દુનિયાભર ના દેશો આતુર છે . આજે ગુજરાત માં એક પણ કાચી સડક નથી અને વીજળી વગર નું એક પણ ઘર નથી. દેશ ના દરેક રાજ્ય ને શીખ લેવી પડે તેવું રાજ્ય બનાવ્યું છે આ ગુજરાત ને …! અને એટલું તો કહેવું જ પડે ને કે આ શ્રેય આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જી ના શિરે જ છે ….!
ધન્ય છે ગુજરાત અને ધન્ય છે ગુજરાતી …. !
જય જય ગરવી ગુજરાત …. !
અસ્તુ

TejGujarati