આર્ટીસ્ટ પ્રો. રાજેશ બારીઆનું વર્લ્ડ ડાન્સ ડે નિમિત્તે વિશેષ ચિત્ર સર્જન.

સમાચાર

*World dance day નિમિત્તે ચિત્ર સર્જન.* યુનેસ્કોની પરફોર્મિંગ આર્ટસ ની શાખા કે જે ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટયૂટના નામે ઓળખાય છે. તેની એક કમિટી કે.જે cid કમિટી ઓન ઇન્ટરનેશનલ ડાન્સ ના નામે ઓળખાય છે. તે કમિટીએ આર્ટ અને કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે ૧૯૮૨ના એપ્રિલની ૨૯મી તારીખ થી world dance day ની શરૂઆત કરી હતી. આ દિવસે આખા વિશ્વમાં વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. પરંતુ હાલમાં કોરોનાની મહામારી ના lockdown ની પરિસ્થિતિમાં ઘરે બેસીને તેને લગતા પેઇન્ટિંગ બનાવાય તો પણ ઘણું છે.આવા સમયે અમદાવાદન પ્રો. રાજેશ બારીઆએ પોતાનું યોગદાન આપતું એક સુંદર ચિત્ર બનાવ્યું છે જે અત્રે રજુ કરેલ છે.

TejGujarati