નિતીમત્તાનું ઉત્તમ ઉદાહરણ છે ?

સમાચાર

ચુનીલાલભાઈ નાની વયે કમાવા લાગ્યા હતા. જેમ એમની આવક વધતી ગઈ. તેમ તેઓને પોતાનું મનોરથ પુરૂ થતું દેખાવા લાગ્યું.

પિતાનું અવસાન થયું ત્યારે ચુનીભાઈ માત્ર છ મહિનાના હતા સમય જતાં એમને જાણ થઈ કે પિતા ઘણું દેવું મુકીને ગયા છે બસ ત્યારથી એમના મનમાં એક જ વિચાર રહેતો કે આપણે લેણદારોની પાઈએ પાઈ ચુકવવી છે.

આથી એમણે આખા ડીસા પંથક માં ઢોલ પિટાવ્યો કે, “મારા પિતાનું જે કંઈ દેવુ હોય એ મારે ચુકવવું છે. જેમના રૂપિયા લેણા હોય એ ખુશીથી આવે અને લઈ જાય.” એ જમાનામાં ચુનીલાલ મહેતા એ જેણે જે માગ્યાં એ કોઈ ખત કે પુરાવા વગર , હજારો રૂપિયા વ્યાજસહિત આદરભેર ચૂકવ્યા.

સુ-બોધ :- કોઈના હાથમાંથી લેશો તો તમારા ભાગ્યમાંથી જશે | કોઈના હાથમાં આપશો તો તમારા ભાગ્યમાં આવશે.

TejGujarati