જ્યારથી આ સરકાર બેઠી છે. ત્યારથી ખેડૂતનું શોષણ થતું આવ્યું છે.સાથે તોતિંગ ટેક્સનું ભારણ, સક્ષમ ભાવ ન મળતા નુકશાન, પાકવીમા, અપૂરતા મળતા પાણી, મર્યાદિત વીજળી અને અનિયમિતતા,નકલી જંતુનાશક દવાઓ,નકલી બિયારણો,ખાતરમાં ઓછુ વજન, નહેરોનાં ગાબડા બાદ પાકમાં નુકશાન બાકી રહેતા અધિકારીઓના ભ્રષ્ટચારનો ભોગ બની અત્યાર સુધી લૂંટાતો જ આવ્યો છે.પણ કોઈ રાહત કે ન્યાય ન મળતાં હાલાકી વધતી જાય છે.
હવે તો બસ નિર્ણય જરૂરી બની ગયો છે.આપણાં ખેડૂતોનાં સંગઠનનું એક કૃષિલક્ષી કૃષિપંચ અને કૃષિનીતિ બને જેમાં આપણે પરવડે તેવા આપણાં જ નિર્ણય.આપણું ઉજ્જવળ ભવિષ્ય.સરકાર માલિક નહીં.આપણી ઉપજના આપણે જ માલિક.
*#જય જવાન. જય કિસાન.*#
પ્રશાંત ભટ્ટ.
ખેડૂત એકતા મંચ.
કચ્છ.