અમદાવાદનો આ બાળ કલાકાર હોટસ્ટાર ની વેબ સિરીઝમાં ચમક્યો.

સમાચાર

અમદાવાદ નો એક બાળક જેનું નામ છે સ્મિત જેઠવા. માત્ર 12 વર્ષ ની ઉમર માં સાબિત કરી બતાવ્યું કે જો તમારામાં કઈ કરવાની ધગશ હોય તો સંસાર ની કોઈપણ શક્તિ તમને ક્યારેય રોકી શક્તિ નથી.

આવતી કાલે હોટ સ્ટાર સ્પેશિઅલ પર રિલીઝ થનારી #HUNDRED વેબ સિરીઝ માં સ્મિત નો અદભુત અભિનય આ વાતની સાક્ષી પુરે છે. આ વેબ સિરીઝમાં મિસ યુનિવર્સ રહી ચુકેલી ‘લારા દત્તા’ તથા સુપર હિટ મરાઠી ફિલ્મ “સૈરાટ” ની હિરોઈન ‘રિંકી રાજગુરુ’ મુખ્ય ભૂમિકામાં છે, અને સ્મિત રિંકી રાજગુરુના નાના ભાઈના રોલ માં જોવા છે.

‘મોર ના ઈંડા ને ચીતરવા ન પડે’ આ કહેવત ને અહીં યથાર્થ સ્વરૂપે જોઈ શકાય છે.
કેમ કે સ્મિતના પિતા વિશાલ જેઠવા એક ખુબ સારા ટીવી સિરિયલ અને ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા અભિનેતા છે. એટલે પિતાના આ ગુણો પુત્ર માં જોવા મળે છે.

પિતા વિશાલ જેઠવા અને માતા હર્ષા જેઠવા નું એક માત્ર સંતાન “સ્મિત” જેણે નાનપણથી જ પિતાને અભિનય કરતા જોયા છે, તેથી તેણે પણ પિતાની સાથે બાળ કલાકાર તરીકે અભિનયની કરવાની શુરુઆત કરી. અને ધીરે ધીરે પોતાની કળાની આગવી છાપ દરેક જગ્યાએ છોડતો ગયો. 3 થી 4 શોર્ટ ફિલ્મ માં કામ કર્યું અને પછી ફિલ્મ અને અભિનય જગતમાં ગણાતા મોટા દિગ્ગજો જોડે કામ કરી રહ્યો છે.

હાલ ઓનલાઇન વેબ સિરીઝની ખુબજ બોલબાલા છે, જેમાં મોટા બજેટની ફિલ્મો ને ટક્કર આપે તેવી વેબ સીરીઝો પણ બની રહી છે, અને બોલિવૂડના મોટા કલાકારો પણ આ વેબ સિરીઝમાં જોવા મળી રહ્યા છે. આ મોટા કલાકારોની વચ્ચે સ્મિતે પણ પોતાની આગવી ઓળખ ધીમી પણ મક્કમ ગતિએ સફળતા તરફ આગળ વધારી છે.

આપણે આશા રાખીએ છીએ કે સ્મિત પોતાના જીવનમાં ખુબ ઉંચા સફળતાના શીખરો સર કરી એના માતા-પિતા અને અમદાવાદનું નામ રોશન કરે.

TejGujarati