ઘરમાં રહો, સુરક્ષિત રહો – સિવિલ ડિફેન્સની કોરોના અંગે જાગૃતતા ફેલાવવા અનોખી પહેલ!

સમાચાર

કહેવાય છે ને કે કુદરત કોઈ ને છોડતી નથી. માનવી એ કુદરત સાથે જે ચેડાં કર્યા છે તેની બહુમોટી કિંમત ચુકાવી રહ્યો છે.અને હજુ પણ જો કુદરત જોડે છેડછાડ બંધ કરવા માં નહીં આવે તો એની બહુ મોટી કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે હાલ માં વિશ્વ જે મહામારી નો સામનો કરી રહ્યું છે જેનું નામ કોરોના વાઇરસ (કોવિડ ૧૯) છે તેની ભયાનકતા કેટલી છે તે અમેરિકા અને ઇટલી ની હાલત ઉપર થી અંદાજો લગાવી શકાય છે.વિશ્વ ના વિકસિત દેશો જો તેની સામે લાચાર હોય તો ભારત માં આ વાયરસ કેટલી તબાહી મચાવી શકે છે તેની કલ્પના માત્ર થી લોકો ની કંપારી છૂટી જાય છે.
સમગ્ર ભારત માં આજે કોરોના બહુ તેજી થી આગળ વધી રહ્યું છે નોંધપાત્ર બાબત એ છે કે ગુજરાત સમગ્ર ભારત માં બીજા ક્રમાંક ઉપર આવી ગયું છે..અને તેમાં પણ અમદાવાદ માં કોરોના પોઝિટિવ નો આંકડો ૧૫૦૦ ને પાર પહોંચી ગયો છે.આ આંકડો જોતા એવું લાગે છે કે કદાચ અમદાવાદ ની પ્રજા ને આ મહામારી ની ભયાનકતા નો અંદાજો નથી અથવા *માનનીય નરેન્દ્ર મોદીજી દ્વારા જાહેર કરવા માં આવેલ લોકડાઉન ને ગંભીરતા થી નથી લઈ રહ્યા.*
આજ રોજ *અમદાવાદ સિવિલ ડિફેન્સ* ના ડેપ્યુટી ચીફ વોર્ડન રંજીતાં કૌર અને તેમની ટીમ દ્વારા અમદાવાદ ની પ્રજા માં જાગૃતતા ફેલાવવા માટે એક અલગ જ પહેલ કરવા માં આવી છે.
આજે દફનાળા ચોકડી શાહીબાગ ખાતે સિવિલ ડિફેન્સ ના ડેપ્યુટી ચીફ વોર્ડન રંજીતાં કૌર અને તેમની ટીમ દ્વારા *”STAY HOME STAY SAFE”* ના સંદેશ લખી દીપ પ્રગટાવી ને સમગ્ર અમદાવાદ ની પ્રજા ને અપીલ કરી હતી કે અમે કોરોના સામે લડવા માં અમદાવાદ ની પ્રજા નો સહયોગ માંગીએ છીએ માટે ઘરે રહો સુરક્ષિત રહો.
આ એજ સિવિલ ડિફેન્સ ની ટીમ છે જે ભૂકંપ હોય,સુનામી હોય કે પછી બનાસકાંઠા માં આવેલ પુર હોય. તેઓ હંમેશા તંત્ર ની સાથે ખભે ખભો મિલાવી ને ખડે પગે કોઈ પણ જાત ના લોભ વિના ફક્ત ને ફક્ત સમાજસેવા માટે તત્પર હોય છે. જગજાહેર છે કે હાલ માં ફેલાયેલી આ મહામારી વચ્ચે *સિવીલ ડિફેન્સ ના કર્મચારીઓ જે ફરજ બજાવી રહ્યા છે તે ખરેખર વખાણવા લાયક છે.*
અમારી સન ટુડે ની ટીમ વતી સિવિલ ડિફેન્સ ના ચીફ વોર્ડન રંજીતાં કૌર અને તેમની ટીમ ને તેમની આ આગવી પહેલ માટે ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીયે છીએ. – રંજીતાં કૌર

TejGujarati