જૂનાગઢમાં રિટાયર્ડ પોસ્ટ માસ્તરનાં બેસણાંમાં પણ સોશિયલ ડિસ્ટનસિંગની સામાજિક જવાબદારી અદા કરાઈ.

સમાચાર

જૂનાગઢ ના મધુરમ એકતાનગરમાં રહેતા લીલાધર પી ટાંક (રિટાયર્ડ પોસ્ટ માસ્તર) 17.4.2020 ના રોજ દેહાંત થયું હતું તેના પરિવારે ટેલીફોનીક બેસણું રાખીને સમાજમા એક ખાસ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે તેમનું બારમું ક્રિયામા પણ તેના જમાઈ છગનભાઈ અને ચાવડા હારસુખભાઈ અને તેના છોકરાઓ દ્વારા જ શ્રાદક્રિયા પણ એકલા ઘરમેળે જ કરી ને સદગતિ વિધિ કરી.આમ covid 19 ની લડાઈમાં આમ જનતા જેનાં સારાં નરસા કામ માં પણ સોશિયલ ડિસ્ટન્સ આપમેળે રાખે છે.અને તંત્રને મદદ રૂપ થાય છે. તો તેની બધા એ નોંધ લેવી જરૂરી છે. અને આ અનોખા સુંદર સામાજીક જવાબદારી સમજી અને આવનાર સમયમાં પણ લોકો આ ધ્યાનમાં રાખે. તો કોરોના જેવી મહામારીને નાથી શકાશે જ.

TejGujarati