રાતના અંધારામાં કોઈ દીવો લઈ આવશે ને પછી એ રોશનીથી રાતને અજવાળશે. – વસંત કામદાર.

સમાચાર

રાતના અંધારામાં કોઈ દીવો લઈ આવશે ને પછી એ રોશનીથી રાતને અજવાળશે.

કેટલું ચાલ્યાં હશે કે પગ પથ્થર થઈ ગયાં રોટલાની લાહ્યમાં ચૂલા ઠરીને રહી ગયાં

રોકવા આ આંસુઓને પાળ કોઈ બાંધશે

એકને ખાધે ખૂટે ના એકને ખાતા ખૂટે એક આખોયે અડીખમ એક તૂટેલો

ઝૂંપડીને થીગડું મારી અને જીવાડશે

સુખ સુખી થઈ ગયું ને દુઃખ તો રડતું

રહ્યું કાંઠાઓથી દૂર તળીયે બાકોરું પડતું રહ્યું તો યે શ્રદ્ધાથી સદાયે શ્વાસ સહુનાં ચાલશે.

— વસંત કામદાર —

TejGujarati