અમદાવાદમાં કોરોનાના15મી મેં સુધી 50 હજાર કેસ થઈ શકે.

સમાચાર

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દવારા એક અભિયાન શરૂ કર્યું છે.”વડીલોની પડખે”. ત્યારે અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસોમાં વૃદ્ધોની સંખ્યા આંખ પહોળી કરી દે તે મુજબ છે. અને કોરોના વૃદ્ધોને વધુ અસર કરે છે. કોરોના વાયરસ કિડની, બ્લડપ્રેશર, અને હૃદયની બીમારી ધરાવતા દર્દીઓ ઉપર ઘાતક નીવડી રહ્યો છે. ત્યારે વૃદ્ધોનું ધ્યાન રાખવું વિશેષ જરૂરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે, અત્યાર સુધી કોરોનાના મૃત્યુમાં પણ એવા લોકો નોંધાયા છે કે જેઓને અગાઉ કોઈને કોઈ બીમારી હતી. 17 એપ્રિલે 600 કોરોનાના કેસો હતા જે 20 એપ્રિલે વધીને 1200 થઇ ગયા છે. . દર ત્રીજા દિવસે કેસો ડબલ થઇ રહ્યા હતા. કેસના ડબલ રેટ પ્રમાણે 15 મે સુધીમાં 50 હજાર કેસો થશે.

અમદાવાદમાં જે ચાર દિવસમાં કેસ બમણા થાય છે તેના ઉપર કાબુ મેળવીને સાત આઠ દિવસ સુધી ખેંચી શકાય તેવા પ્રયાસ અમે કર્યા છે.

જેથી કેસ ડબલીંગ આઠ દિવસ સુધી થશે. 15 મેં સુધી થતા 50 હજાર કેસોમાં ઘટાડો થશે. ત્રીજી તારીખે જે કેસ ડબલીંગ રેટ હશે તેના ઉપર કેસ વધારાને આધાર છે. ત્રીજી તારીખ સુધી જેટલો કેસ ડબલીંગ રેટ ઓછો કરી શકીએ તેટલો કરવાનો છે.લોકોએ સાવધાન રહેવું પડશે નહીં તો કેસો વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી.આજે આ અંગે મ્યુ. કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, તમામ યુવાનોને હું વિનંતી કરું છું કે, જે વડીલોએ આપણને સાચવ્યા છે તે વડીલોને આપણને સાચવવાનો વારો આવ્યો છે. સૌ યુવાનો વડીલોની સાચવણી કરે તે જરૂરી છે. જેને લઈને તમામ યુવાનો આ બાબતે સોશિયલ મીડિયામાં જાગૃતિ માટે વિડીયો બનાવીને પણ શેર કરી શકે છે. જે યુવાનો સૌથી સારો વિડીયો બનાવશે તેને હું લોકડાઉન પુરુ થયા પછી રૂબરૂ મળીશ અને તેમની કામગીરી બિરદાવીશ. આપણે મક્કમતાથી નિર્ણય લઈએ કે આપણા વડીલોને આ વાઇરસ પરેશાન કરે તેવો સમય આપણે ન આવવા દઈએ. વિજય નેહરાએ મે મહિનાના અંત સુધી કોઈ પણ વડીલોને ઘર બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા વિનંતી કરી છે.

TejGujarati