*નડિયાદ માં માનવતા ની મહેક*

સમાચાર

વિશ્વભરમાં જ્યારે કોરોના ફેલાયેલો છે અને તેમાં પણ ભારત અને આપણું ગુજરાત પણ બાકાત નથી રહ્યું.
સામાન્ય જન જીવન ડહોળાઈ ગયું છે, લોકો પોતાના જ ઘરમાં કેદ છે અને ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે પણ માનવતા અને સેવા નો દિપ પ્રજ્વલિત રાખવા નું કાર્ય નડિયાદની લિટલ કિંગડમ સ્કુલ ના સુ શ્રી કિર્તી બેન પરમાર કરી રહ્યા છે.
કોરોના પીડિતો ના લાભાર્થે સુ. શ્રી કિર્તી બેન પરમાર એ આજે મુખ્યમંત્રી શ્રી રાહત ફંડ માટે રૂ.એક લાખ નો ચેક ખેડા કલેકટર શ્રી આઇ. કે. પટેલ સાહેબ ને અર્પણ કર્યો.
જ્યાર થી કોરોના એ પોતાનો કહેર વર્તવાવા નું શરુ કર્યું છે, ત્યાર થી છેલ્લા ૨૫ દિવસ થી કિર્તિબેન પરમાર અને લિટલ કિંગડમ સ્કુલ નડિયાદ દ્વારા દરરોજ આશરે ૪૫૦૦ થી ૫૦૦૦ ભૂખ્યા અને જરૂરિયાત મંદ લોકોને ભોજન અને નાસ્તો પૂરો પાડવા મા આવે છે.
આ સિવાય સ્કુલ ના બાળકો માટે પણ ઓનલાઇન વિવિધ સ્પર્ધાઓ દ્વારા સહુ ને કોરોના ના કોપ થી બચાવવાનો સૌપ્રથમ નવતર પ્રયોગ પણ હાથ ધરવામાં આવ્યો છે.
એક શાળા દ્વારા પણ આ રીતે કરવામાં આવનાર સેવા યજ્ઞ અને મુખ્યમંત્રી રાહત ફંડ મા આપેલ દાન બદલ સુ શ્રી કિર્તીબેન પરમાર અને સહયોગીઓને અભિનંદન અને શુભેચ્છાઓ.

TejGujarati