નોવેલ કોરોના કોવીડ-૧૯ ની મહામારીને નાથવા આરોગ્યલક્ષી પ્રેરણાદાયક કામગીરી

સમાચાર

એકોમોડેશન અને ફુડ માટે ગોઠવાયેલ સુંદર આયોજન.

મેડીસીટી, સીવીલ હોસ્પીટલ અમદાવાદ ખાતે એક સાથે ૧૨૦૦ જેટલા દર્દીઓને સારવાર આપી શકવાની ક્ષમતા ધરાવતી તમામ સુવિધા સજજ નોવેલ કોરોના કોવીડ-૧૯ હોસ્પીટલ કાર્યરત કરવામાં આવેલ છે. આજની તારીખે આ હોસ્પીટલ ખાતે આશરે ૭૦૦ થી વધારે દર્દીઓ સારવાર હેઠળ છે.

ડો.ગીરીશ પરમાર કે જેમને હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં નોડલ ઓફીસર, કોવીડ-૧૯ (એકોમોડેશન અને કુડ) ની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે તેમના સઘન માર્ગદર્શન હેઠળ હોસ્પીટલ ખાતે દાખલ થયેલા દર્દીઓની સારવારમાં રોકાયેલા અને ફરજો બજાવતાં તમામ સીનીય૨ ડોકટ૨શ્રીઓ, રેસીડન્ટ ડોકટરશ્રીઓ, નર્સિગ તથા પેરા મેડીકલ સ્ટાફ, હાઉસ કિપીંગ સ્ટાફ તથા દર્દીઓને સહાયક થાય તે તમામ સ્ટાફની રહેવા, જમવાની તથા ચા-કોકી નાસ્તા , ટ્રાન્સપોર્ટ જેવી સુવિધાઓ સુચારૂ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે.

આરોગ્ય કર્મીઓના આરોગ્યની સતત ચિંતા કરી તેઓનું સ્વાથ્ય પણ સારી રીતે જળવાઈ રહે અને ઈમ્યુનીટી સાથે દર્દીઓની યોગ્ય સારવાર કરી શકે તે સારૂ તેઓના ડાયેટમાં પોષ્ટીક કેળા અને સંતરા તેમજ હળદર વાળુ ગરમ દુધ અને આરોગ્યલક્ષી ઉકાળો તૈયાર કરી નિયમિત પણે આપવામાં આવી રહેલ છે.

આજની તારીખે ૯૦ જેટલા ડોકટર્સ તથા ૫૦૦ થી પણ વધારે નસિંગ, પેરામેડીકલ સ્ટાફ તથા વર્ગ-૪ નો સ્ટાફ અવિરતપણે આ સેવામાં કાર્યરત છે. ડોકટરશ્રીઓ માટે પ્રાઈવેટ હોટલ ખાતે એકોમોડેશનની વ્યવસ્થા ગોઠવાયેલ છે જયારે નર્સિગ સ્ટાફ માટે સીવીલ હોસ્પીટલ સંકુલમાં આવેલ નર્સિંગ હોસ્ટેલ ખાતે એકોમોડેશન ગોઠવેલ છે.

જયારે ડેન્ટલ હોસ્ટેલના એ-બ્લોક ખાતે પેરામેડીકલ સ્ટાફ અને મેઈલ નર્સ એટલે કે બ્રધર્સ માટે એકોમોડેશનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. મેડીકલ કોલેજના સી–બ્લોક હોસ્ટેલ ખાતે વર્ગ-૪ ના મહીલા સ્ટાફ, મહીલા સિકયુરીટી, મહીલા હાઉસ કંપીંગની

બહેનો તથા મહીલા દર્દી સહાયકો માટે આરક્ષિત કરેલ છે. ઉપરાંત પેરાપ્લેજીયા હોસ્ટેલ ખાતે પુરુષ વર્ગ-૪ ના કર્મચારીઓ, પુરુષ સિકયુરીટી તથા દર્દી સહાયકો માટે આરક્ષિત કરી કાર્યરત કરેલ છે.

એકોમોડેશનના સ્થળોએ નિયમિતપણે સાફ સફાઈ, સેનેટાઈઝેશન થાય તે માટે નું સુચારૂ આયોજન પણ કરવામાં આવેલ છે. સાથે સાથે જે વાહનોમાં આરોગ્ય કર્મીઓને લાવવા-લઈ જવામાં આવે છે તે વાહનોને પણ સેનેટાઈઝેશન કરવામાં આવી રહેલ છે.

પ્રવર્તમાન કામગીરીઓના સંકલન માટે નોડલ ઓફીસરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ સુચારૂ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે વર્ગ-૧ કક્ષાના ડોકટરશ્રીઓની લાયઝન અધિકારી તરીકે પણ નિયુકતી આપવામાં આવેલ છે.

આ આરોગ્ય કર્મીઓ ભયાનક ચેપીરોગવાળા દર્દીઓ સાથે ફરજો બજાવતા હોઈ તેમની માનસિક તંદુરસ્તી માટે યોગ અને મેડીટેશન પણ કરાવવામાં આવી રહેલ છે.

અને નિયમિત કાઉન્સીલીંગ પણ કરવામાં આવે છે.

આ ફ૨જ સાથે જોડેલા તમામ સ્ટાફને તેમના એકોમોડેશનના સ્થળેથી ફ૨જ ના સ્થળ સુધી લાવવા-લઈ જવા માટે શટલ બસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવેલ છે.

આ કાર્યને સુચારૂ રીતે પાર પાડવામાં રાજય સરકારના આરોગ્ય વિભાગના તેમજ કોરોના કામગીરી માટે નિયુકત સીનીયર ઉચ્ચઅધિકારીશ્રીઓનું સતત માર્ગદર્શન અને સહકાર મળી રહયો છે.

આ સેવામાં જોડાયેલ તમામ આરોગ્ય સ્ટાફ ઉત્સાહપૂર્વક પોતાની ફરજો બજાવી રહેલ છે. જે એક ગૌરવની બાબત ગણાય.

TejGujarati