જયંતિ રવિ – એક લેખક, વિચારક,વક્તા, શાસ્ત્રીય સંગીતના મહારથી, જેમના અવાજમાં એક અનોખો જાદુ, બહારથી સોમ્ય લાગતું વ્યગતિત્વ આટલું કલાત્મક હશે કોને ખબર હતી.?

સમાચાર

આજે વાત કરીએ છ કરોડ ગુજરાતીઓની ચિંતા કરનાર ગુજરાતના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતી રવિ ની..

કોરોનાનો કહેર જ્યારથી ગુજરાતમાં આવ્યો છે ત્યારથી ન્યુઝ ચેનલ માં એક અધિકારીની પ્રેસ કોન્ફરન્સ અવશ્ય બતાવવામાં આવે છે એ અધિકારી એટલે ગુજરાતના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિ ( IAS)

હું આ અધિકારીથી એટલો પ્રભાવિત થયો કે એમના અંગે જાણવાની ઈરછા થઈ કે એ કોણ છે, ક્યાંથી છે, આ હોદ્દા સુધી ની તેમની સફર બાબતે જાણુ, તો જાણતા નીચેની બાબતો સામે આવી….

જયંતિ રવિને છેલ્લા મહિનામાં આખું ગુજરાત ઓળખવા લાગ્યું છે. આરોગ્યની રોજની અપડેટ અને ખોટી અફવાઓને દૂર કરી એકદમ સચોટ માહિતી પુરી પાડી રહ્યાં છે. માત્ર એટલું જ નહીં તેઓ સતત કોરોનાના દર્દીઓ અને તેની ટ્રાવેલ હિસ્ટ્રી, સેમ્પલ ટેસ્ટિંગ અને હોમક્વોરેન્ટાઈન જેવી અતિ મહત્વપૂર્ણ બાબતો પર સતત નજર રાખી રહ્યાં છે.

જ્યારે પણ એમને બ્રિફ આપતા જોયા છે ત્યારે એમના અવાજમાં એકદમ સ્વસ્થતા જોવા મળે છે. દરેક વિગત એકદમ સ્પષ્ટ રીતે આપે. એમને સાંભળીને આપણે પણ સ્વસ્થ થઈ જઈએ…સ્વભાવે સરળ સહજ .ભ્રષ્ટાચારનો દાગ નહીં.

ડૉ.જયંતિ રવિ નોન ગુજરાતી છે છતાં પણ સ્પષ્ટ ગુજરાતી બોલે છે.1991ની બેચના IAS અધિકારી છે અને તેઓ મદ્રાસ યુનિવર્સિટી માંથી ન્યૂક્લિયર ફિઝિક્સમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે અને ઈ ગવર્નન્સમાં Ph.D કર્યું છે.

જયંતિ રવિ ૧૧ ભાષાઓ જાણે છે. સંસ્કૃતમાં ઘણા પુસ્તકો પણ તેમણે લખ્યા છે. નવાઈ લાગે તેવી વાત એ છે કે આટલી મોટી જવાબદારી નિભાવતા જયંતિ જી ખૂબ સારા ગુજરાતી ભજનો પણ ગાય છે.
“મેરુ તો ડગે પણ મન ન ડગે” તેમનું પ્રીય ભજન છે અને તેઓ આ ભજન ખૂબ સરસ રીતે ગાય પણ છે.

તેઓશ્રી સનદી સેવામાં જોડાયા તે પહેલાં આકાશવાણી દિલ્હીમાં યુવાવાણી, ઇંગ્લીશ ટોક્સ વિગેરે કાર્યક્રમમાં ભાગ લેતાં . તેઓ આકાશવાણી ના “બી” હાઇ ગ્રેડના માન્ય આર્ટીસ્ટ પણ છે જે ઘણાને નહીં જ ખબર હોય. મોટેરા સૂર્ય મંદિર ખાતે થતા મહોત્સવ દરમ્યાન કથક નૃત્ય પણ તેઓએ કરેલ છે. સતત સંવેદનશીલ એવા જયંતિજીના પરિવારમાં તેમના જીવન સાથી રામ ગોપાલજી, દીકરી કૃપા, દીકરો રામ પણ એટલા જ સરળ છે. આવા કુશળ મહિલા અધિકારીશ્રી હાલ સરેરાશ ૨૦ કલાક આપણા માટે કામ કરી રહ્યા છે. ગુજરાત સરકાર ના આવા નિષ્ઠાવાન અને વફાદાર અધીકારીના હાથમાં આરોગ્ય લક્ષી નિર્ણય લેવાની જવાબદારી હોય ત્યારે આપણે ચિંતા મુક્ત જ રહેવું પડે..

ડૉ.જયંતિ રવિ હંમેશા સાદી સાડીમાં જ જોવા મળે છે. તેમજ સરકારી ગાડી કરતાં સાઈકલ પર ઓફીસ જતા હતા, ગુજરાતની જનતાની સાથે પોતાના આરોગ્ય પ્રત્યે પણ એટલા જ સજાગ રહે છે. યોગાથી લઈને સાઈકલિંગ અને પોતાના શોખ માટે પણ વ્યસ્ત શિડ્યુલમાંથી પણ સમય કાઢે છે.

એકદમ સાદગીમાં રહેતા ‘રવિ’ સારા વહીવટકર્તા હોવા છતાં કડક અધીકારીની છાપ ધરાવે છે. પરંતુ દિલના એટલા જ પ્રેમાળ અને સાફ છે. તેઓ ગુજરાતમાં એક ઉચ્ચ અધિકારી તરીકે અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા આવ્યા છે, ખાસ કરીને શિક્ષણ, ગ્રામવિકાસ અને આરોગ્યમાં જેવા મહત્વના વિભાગોમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું છે.શિક્ષણ ક્ષેત્રે તેમણે ખૂબ જ ફેરફારો કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અનેક નિર્ણયો લીધા હતા. પીએમ મોદીએ શરૂ કરેલા સ્વચ્છ ભારત અભિયાન સમયે તેઓ ગુજરાતમાં ગ્રામ વિકાસ કમિશનર હતાં અને રાજ્યમાં સફાઈ અને શૌચાલય અભિયાનમાં તેમની કામગીરીને કારણે કેન્દ્ર સરકારે તેમને ‘CHAMPION’નું બિરુદ આપ્યું હતું.

ગુજરાતમાં 2002ના ગોધરાકાંડ સમયે તેઓ પંચમહાલ કલેક્ટર હતા.તે સમયે તેમણે પોતાની કુનેહથી પરિસ્થિતિને સંભાળી લીધી હતી. કડક વહીવટ કરતા જયંતિ રવિજી એ IAS માં ગુજરાત કેડરના અધિકારી..હંમેશા ગુજરાતમાં ગમેતેવી પરિસ્થિતિમાં પણ ઉત્તમ કામો કરેલાં છે.

જયંતિ રવિ એક લેખક, વિચારક,વક્તા,
શાસ્ત્રીય સંગીતના મહારથી, જેમના અવાજમાં એક અનોખો જાદુ, બહારથી સોમ્ય લાગતું વ્યગતિત્વ આટલું કલાત્મક હશે કોને ખબર હતી.

આવા વિરલ વ્યક્તિત્વ ધરાવતા અધીકારી શ્રીમતી જયંતિ રવિજી એ દેશ ની ધરોહર છે એમની તુલના રાણી લક્ષ્મી બાઈ થી જરાય ઉતરતી નથી,, એવું કહેવામાં મને તો અતિશયોક્તિ નથી લાગતી…બસ આ કોરોના સામેની લડત માં ઇશ્વર એમને જીતાડી દે એવી પ્રભુ પ્રાર્થના…

નતમસ્તકે વંદન??

TejGujarati