*કોરોના વાઈરસ ના સંક્રમણ થી કેવી રીતે બચવું : તકેદારી અને સારવાર – રાજકોટના અનુભવી ડૉ. ગજેન્દ્ર યુ. મેહતા દ્વારા

સમાચાર

એ વિષય પર આકાશવાણી રાજકોટ પર ફોન ઇન લાઈવ પ્રોગ્રામ… વર્તમાન કોવીડ ૧૯ ના પ્રકોપના અતિ કઠીન સમયમાં આપણે સૌ ઘરમાં સુરક્ષિત છીએ. છતાં લોકોના મનમાં અનેક પ્રશ્નો ઘુમરાયા કરે છે, ત્યારે શું આપણે સૌએ કોરોના વાઈરસ સાથે જીવતા શીખવું પડશે ? લોકડાઉનના બીજા તબક્કામાં રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી ? સેનીટાઈઝાર, સાબુ કે ઘરની બનાવટનું હાથ સાફ કરવાનું લિક્વિડ ક્યારે ક્યારે વાપરવું ? યુવાનો અને વૃદ્ધોએ ઘરમાં અને બહારથી ઘરે આવ્યા બાદ કેવા પ્રકારની સાવધાની રાખવી અનિવાર્ય છે ? સામાન્ય માણસે કેવા પ્રકારની તકેદારી રાખવાની થાય થાય છે.? શું આ વાઈરસ ના પણ પ્રકાર છે? આ વાઈરસના સંભવિત અને માનસિક ભયના કારણે જુના રોગો પણ માથું ઉચકે ખરા ? અને આ મહામારી માંથી કેવી રીતે બચી શકાય તેની લાઈવ પ્રશ્નોત્તરીમાં ડેન્ગ્યું અને સ્વાઈન ફ્લ્યુના કેર વખતે અનેક દર્દીઓને સમયસર સાજા કરનાર, છેલ્લા ૪૦ વર્ષોથી રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરતા અનુભવી ડૉ. ગજેન્દ્ર યુ. મેહતા દ્વારા સમજ અને સંપૂર્ણ જાણકારી પર પૂરી પાડવામાં આવશે.. શ્રોતા મિત્રો તા: ૨૩ એપ્રિલ ૨૦૨૦ ને ગુરુવારે સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા દરમ્યાન આકાશવાણી રાજકોટના લેન્ડ લાઈન નંબર ૦૨૮૦ ૨૪૪૩૯૩૧ પર માર્ગદર્શન મેળવી શકશે.. આ કાર્યક્રમ આકાશવાણી રાજકોટ પર તેમજ વિવિધ ભરતી પર ( એફ એમ બેન્ડ ૧૦૨.૪ મેગા હર્ટઝ ) પર લાઈવ સાંભળી શકશે, ઉપરાંત આ કાર્યક્રમ નું જીવંત પ્રસારણ યુટ્યુબ પર પણ સાંભળી શકશો… . કાર્યક્રમનું સંચાલન અટલ શર્મા અને પરેશ વડગામા કરશે..
ગુરુવાર 23 એપ્રિલ ૨૦૨૦
સવારે *10:30 થી 11:30*
લાઈવ ફોન ઇન કાર્યક્રમ ?☎️

Tune in: FM 102.4 MHz ?
MW 370.3 Mts/810 KHz

▶ Listen live on YouTube:
https://www.youtube.com/channel/UCej1xNisg1jgke81B0yK_TQ

TejGujarati