સંબંધોની સંવેદનાઓ. – લેખક:સુચિતા ભટ્ટ. “કલ્પનાના સૂર”

સમાચાર

પ્રિયા નામ પ્રમાણે જ ગુણ ધરાવતી સુંદર, સુશીલ અને દરેક નું ધ્યાન રાખતી છોકરી. માતા પિતાનું પહેલું સંતાન, લાડકોડ માં ઉછેર થયેલો,જે વસ્તુ પર હાથ મૂકે તરત મળી જતી, પિતાનું સમ્માન, ઘરની પરિસ્થિતિ મધ્યમ હોવા છતાં માતા પિતાએ ક્યારેય એક પણ સપનું પૂરું કરવા પગ પાની નહોતી કરી. પ્રેમાળ સ્વભાવ દરેકની સાથે હળીમળીને રહેવાની કલા અને રુજુતા તો જાણે કુદરતે ભેટમાં આપી. પિતાની તો એટલી લાડકી કે પિતા તેની માટે આખી દુનિયા સામે લડી લેતા. પણ હવે સમય જતા કાળજાના કટકાને સાસરે મોકલવાનો સમય આવ્યો. પ્રિયાને મનને ગમે તેવો ભરથાર માતાપિતા એ શોધી લીધો.
ભારે હૈયે દીકરીને વિદાય આપી, કહેવાય છે કે વારસામાં આપેલા સંસ્કાર અને શિખામણ દીકરી સાસરે જઈને પણ જાળવી રાખે છે, પ્રિયાએ એ જ કર્યું સાસરે બધાના દિલ જીતી લીધા, દરેકનું ધ્યાન રાખતી, અને દરેક વિષયમાં તેનું પ્રભુત્વ તેને અન્ય લોકોથી અલગ પાડતું. પણ કહેવાય છે કે સારા માણસોની પણ પરીક્ષાઓ ખૂબ જ લેવાય. પ્રિયાનો નાનકડો દિયર ખૂબ જ નટખટ અને ભાભીને હંમેશા ચીડવતો રહેતો, તે ભાભીને કહેતો કે ભાભી મને જમવાનો બહુ જ શોખ છે પરંતુ મમ્મી જેવી રસોઈ અને વર્તન તો કોઈનું જ ના હોય, ભાભીએ પણ કહ્યું ભાઇ આ બધું તો હું ગમે ત્યારે શીખી લઈશ પરંતુ તમને એક દિવસ માતા અને ભાભી વચ્ચે બહુ વધુ ફરક નથી તે પણ સમજાવીશ.
થોડો સમય જતા પ્રિયાનો લાડકવાયા દિયર એક ગંભીર મામલા માં ફસાઈ જાય છે, આ વાતની ભાભી ને ખબર પડે છે, એ ઘણીવાર પૂછે છે કે ભાઇ શું સમસ્યા છે આપની? પણ ભાઇ કઈ કહેતા નથી..પછી ભાઇના મિત્રો દ્વારા સડોવણીનો મામલો સામે આવે છે, તેમાં પ્રિયાના દિયરનો કોઈ વાંક હોતો નથી, ભાભી પોતાની આવડતથી એક માં બનીને એક દીકરાની વારે ચડતી હોય તેમ સામે વાળાને તેની ભૂલનું ભાન કરાવે છે. અને પછી પ્રિયા કહે છે,
સ્ત્રી તમારા ઘરમાં ભલે એક વહુ બનીને આવે પરંતુ જયારે તેનો પરિવાર મુશ્કેલીમાં હોય ત્યારે તે એક માં, બહેન,અને એક શક્તિ બનતા જરાય ખચકાતી નથી.
બસ સ્ત્રીનો આદર અને કદર કરતા રહો ખબર નહીં ક્યારે તમારે તેના ઋણી થવું પડે..
વાર્તા ગમી હોય તો અભિપ્રાય જરૂર આપજો.
લેખક:સુચિતા ભટ્ટ. “કલ્પનાના સૂર”
વાર્તાની ખરાઈ કરાઈ હોવાથી કોપી કરવી નહી..

TejGujarati