ગુલાબી ફૂંપળ કોઇ જાગી. એ…હે.. રે , વરસાદી છાલક આ વાગી – ગોપાલી બુચ

કલા સાહિત્ય ગુજરાત

એ .. હે .. રે ! વરસાદી છાલક આ વાગી ,
ભરચક ભિનાશમાં , લીલીછમ આંખમાં ,
ગુલાબી ફૂંપળ કોઇ જાગી .
એ…હે … રે ! વરસાદી છાલક આ વાગી.

આકાશી ભીડમાં સંતાતો સૂરજીયો ,
રમતો રહયો છે એનધેન
ધખતી આ ધરતીને વાદળની cહાલપનાં
આધેથી આવ્યાં છે કહેણ
મોરલાએ ટહુકીને વિંધ્યાં જ્યાં રોમ રોમ
વનરાઈઓ બહેકવાને લાગી
ભરચક ભિનાશમાં , લીલીછમ આંખમાં ,
ગુલાબી ફૂંપળ કોઇ જાગી .

એ…હે… રે , વરસાદી છાલક આ વાગી.

છાતીમાં ધરબાઈ બેઠો પરપોટો
આ વરસાદી છાંટો લઈ ફૂટયો ,
અંગતની સંગતમાં રંગતની લાલીએ
રસવંતો લ્હાવો છે લૂટયો .
સાત સાત રંગોમાં ઊધડતુ આભ
ભીનુ લથપથ છે ભીતર અષાઢી.

ભરચક ભીનાશમાં , લીલીછમ આંખમાં ,
ગુલાબી ફૂંપળ કોઇ જાગી.
એ…હે.. રે , વરસાદી છાલક આ વાગી – ગોપાલી બુચ.

સંકલન. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply