સેવાનો એક ભાગ બન્યા કલોલ નાં યુવાનોબીમાર ગાયને પ્રાથમિક સારવાર આપી સહી સલામત સ્થળે ખસેડવામાં આવી.

સમાચાર

આજ રોજ કલોલ તાલુકાના સઇજ ગામની સીમમાં આવેલ અનમોલ આંગન સોસાયટી નાં બાજુમાં એક બિનવારસી હાલતમાં ગાય બીમાર પડી હતી તેને સોસાયટી નાં પ્રમુખ શ્રી મિતેષ ભાઈ સોની, તથા સોસાયટીના રહીશો દ્વારા તમામ પ્રકારની મદદ કરી તેને જલ્દીથી સારવાર કરી શકાય તેમ પ્રયતનપૂર્વક મદદ છેલ્લા 3 દિવસ થી તેઓ પોતાની તમામ પ્રકારની મદદ કરી પરંતુ આજ રોજ કલોલ તાલુકાના નાં એક સામાજિક કાર્યકર્તા જેઓ પોતે સેવા નાં કાર્ય માટે કોઈ જાતની પરવા કર્યા વિના હંમેશા તૈયાર રહે છે તેવા શ્રી અંકિત પ્રવીણકુમાર પંચાલ દ્વારા કલોલ તાલુકાના સરકારી પશુ નાં ડોકટર એવા શ્રી દવેભાઈ આવી ગાયને પ્રાથમિક સારવાર આપી હતી, અને તેમનાં મિત્રો શ્રી હિતેશભાઈ પંચાલ જેઓ પોતે કરુણા અભિયાન નાં સભ્ય તરીકે કાર્યરત છે તેઓ પણ છેલ્લા બે દિવસથી સ્થળ પર પહોંચી ગાયને સારવાર આપવા માટે તેમના થી થતી મદદ કરી, શ્રી યોમેશભાઈ ગજ્જર, શ્રી જયપાલ સિહ, શ્રી પલક પટેલ, શ્રી અક્ષય ભાઈ પટેલ તેમના વિહકલ લઈને આવ્યાં હતાં, સાથે શ્રી મિતેષ ભાઈ સોની એ સોસાયટી નાં પ્રમુખ શ્રી નાં લેટર પેડ પર અરજી કરી કલોલ તાલુકાના પાંજરા પોલ માં ગાયને મોકલવા માટે લખી આપ્યો. અને ગાય ને કલોલ ખાતે આવેલા ગાયના ટેકરા પાસે આવેલ પાંજરા પોલ માં સહી સલામત રીતે મૂકી આવ્યા હતા.

આવી ભયાનક બીમારી કોરોના ફેલાઇ ગયો છે તો આવા અબોલા પશુ નું કોણ. આવી સેવા આ યુવાનો અવિરત પણે કરે છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •