મુશ્કેલીમાં પણ પર્ફોર્મન્સ આપો. – દેવલ શાસ્ત્રી.

સમાચાર

પદ્મવિભૂષણ સન્માનિત સુપ્રસિદ્ધ સંગીતજ્ઞ ગિરીજાદેવી સ્પષ્ટપણે માનતાં કે કલાકાર બેસ્ટ પર્ફોમ કરવાનું છે, એની તકલીફો સાથે શ્રોતાઓને કોઈ લેવાદેવા નથી. કોર્પોરેટ હોય કે ફેમિલી, બધે જ આ નિયમ લાગુ પડે છે. કોઇને તમારી તકલીફમાં રસ નથી, દરેકને પર્ફોમન્સ કે પરિણામમાં રસ છે….
ગિરીજાદેવીના ૮૬માં જન્મદિવસ પર દિલ્હીમાં તેમનો કાર્યક્રમ હતો. આગલી રાત્રે તેઓ ગંભીર બિમાર થઈ ગયાં, બ્લડ પ્રેશર નીચું ગયું અને પલ્સરેટમા પણ સમસ્યા થતાં રાત્રે બે વાગે બેભાન થઈ ગયાં. તુરંત ઇમરજન્સી સારવાર હેઠળ ICUમાં દાખલ કરવામાં આવ્યા. સવારે ભાનમાં આવતા ડોક્ટર મજાકમાં ઓટોગ્રાફ માંગ્યો.
તમે રજા આપો અને ઓટોગ્રાફ લો, સીધી શરત…ડોક્ટર આ સંજોગોમાં રજા આપવાની ના પાડી. ગિરીજાદેવી સ્પષ્ટ જણાવ્યું કે મારો કાર્યક્રમ પહેલેથી નિશ્ચિત છે. મારા શ્રોતાઓને નિરાશ કરી શકું નહીં. પોતાના જોખમ પર રજા લીધી અને કાર્યક્રમ આપ્યો…
ખરી વાત હવે શરૂ થાય છે, ગિરીજાદેવી એ પોતાના સાથીદારો તેમજ ળ આયોજકોને સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈએ માંદગી સંબંધી વાત કરવી નહીં… મારો શ્રોતા મને સાંભળવા આવે છે, પણ મારી માંદગી કે તકલીફોને નહીં. મારા કાર્યક્રમમાં મારી સાધના હોય છે, શ્રોતાઓને એ સાધનામાં રસ છે અને સંગીત સાંભળવા આવે છે. કોઈ શ્રોતા મારી સહાનુભૂતિ વ્યક્ત કરવા નથી આવતા… મારા સંગીત માટે આવે છે, તેમને એ રસ મળવો જોઈએ….કાર્યક્રમ પૂરો થયા પછી તમે ભલે હોસ્પિટલની વાત કરજો પણ કાર્યક્રમ પહેલાં તો નહીં જ….
કુછ સમજે? ….. બસ હસતાં રહો, મસ્ત રહો, બેસ્ટ પર્ફોમ કરો…યે હી ડિમાન્ડ હૈ…હમ ક્યા કરે?

Deval Shastri?

TejGujarati