નમસ્તે સર્કલ પાસે સસ્તા અનાજની દુકાનમાં વહેલી સવારથી જ વિતરણ કરવામાં આવનાર અનાજ લેવા લાંબી કતારોમાં. – હિતેશ પટેલ.

સમાચાર

અમદાવાદમાં આવેલા નમસ્તે સર્કલ પાસે સસ્તા અનાજની દુકાન આવેલી છે. જ્યાં વહેલી સવારથી જ લોકો વિતરણ કરવામાં આવનાર અનાજ લેવા માટે લાંબી કતારોમાં ઉભેલા જોવા મળે છે. પરંતુ ઊડીને આંખે વળગે તેવી વાત એ છે કે વહેલી સવારે પાંચ વાગ્યાથી ઉભા રહેલા લોકો દ્વારા પણ સ્વેચ્છાએ સરકારના આદેશનું પાલન કર્યું અને સોશિયલ distance પણ જણાવવામાં આવ્યું હતું. એમ કહી શકાય કે સરકાર દ્વારા સતત અને સતત જાહેરાતો કરવામાં આવે છે કે, કોરોનાને અટકાવવાના પ્રાથમિક પગલાં એટલે કે સોશિયલ distance જાળવો, તેની સંપૂર્ણ જવાબદારી પૂર્વક પ્રજા અનુસરણ કરી રહેલી દ્રશ્યમાન થાય છે.

TejGujarati