છેલ્લે શું? બાળક નાનું હોય તો એને પૂછવામાં આવે કે “આ કોણ?” – દેવલ શાસ્ત્રી.

સમાચાર

છેલ્લે શું? બાળક નાનું હોય તો એને પૂછવામાં આવે કે “આ કોણ?” બાળક પણ કાલીઘેલી ભાષામાં કહી દે આ તો મામા કે માસી, દીદી કે અંકલ….. જિંદગીના અંત સમયે આ જ સવાલ ફરી આવે છે…આઇસીયુમાં લબુકતી ઝબુકતી લાઇટો વચ્ચે પણ દાદાને પૂછવામાં આવે છે, “આને ઓળખ્યો?”

“આ કોણ”થી શરૂ થયેલી યાત્રા “આને ઓળખ્યો”માં પૂરી. આ જ જિંદગીની વ્યાખ્યા….. આ કોણથી આને ઓળખ્યોમાં હજારો સ્વપ્ના પૂરા કરવા છે. જિંદગીની સૌથી દુઃખદાયી પળ હશે તો આઇસીયુમાં નજર સામે મૃત્યુ અને અધુરા પણ મધુરા સ્વપ્નોની વણઝાર…. આખી જિંદગી બીજા માટે જાત ઘસી નાખીને મળ્યું શું? મારે તો તબલા શીખવા હતાં, જંગલ રખડવા જવું હતું… વરસતા વરસાદમાં સાથીને લઈને લોંગ ડ્રાઇવ કરવું હતું…. મોડી રાત્રે હાથમાં હાથ નાખીએ કેન્ડલ લાઇટમાં ઘરના ધાબે કોલ્ડ કોફી પીને નાઇટને હોટ કરવી હતી…શહેર બહાર નીકળીને આકાશના તારલા ગણવા હતાં….
પણ બ્રેકિંગ ન્યૂઝની અને પ્રાઇમ ટાઈમ ડિસ્કશનની માયાજાળમાં ફસાવા જેવું ન હતું….યાર, યે ક્યા કર ડાલા….વાટ લગાડી દીધી….પત્ની પાસે બોલાવતી ને હું મોબાઈલમાં ભરાતો ગયો….રિયલ સામે ને વર્ચ્યુઅલમાં ફસાતો ગયો…..થોડી પળો પાછી જોઈએ છે….ચાલને રિવર્સમાં જઇએ નો ફન્ડા કામ લાગતો નથી….ક્વીનથી જવાની જાનેમન આ જ તો કહે છે….જી લો અપની જિંદગી…… નહીં તો આઇસીયુમાં હજી જીવતા હશોને નજીકના સંબંધીઓ વાત કરતાં હશે કે બહુ ખેંચશે નહીં, દૂર રહેતા સંબંધીઓને બોલાવી લો…..બહુ દર્દ કરશે……એટલા માટે જ આપણી આશાઓ, ઉમંગો, અરમાનો, સ્વપ્ના જેવા હોય એવા પૂરા કરીએ…. જેને હસવું હોય એ હસે…મજાક કરવી હોય એ કરે…યે મેરી જિંદગી હૈ….ચલો ચાંદ કો છૂ લે…..
ચાંદ ને છૂ લેના એટલે ઇ-શ્વરે માનવજાતને ફરજિયાત આપેલું કોરોના વેકેશન…. પહેલું સેમિસ્ટર પુરું. પહેલા સેમિસ્ટરનો સિલેબસ પૂરો થાય ત્યારે ફેમિલી સાથે એકાદ એક્ઝામ આપવી અને પૂછી લો કે ફુલ્લી પાસ કે ડિસ્ટિંગ્સન..? ચાલો આજથી તૈયાર થાવ બીજા સેમિસ્ટર માટે…..

Deval Shastri?

TejGujarati