પોતાની જાત સિવાય કોઈ શક્તિશાળી ન હતું, હવે જોઈ ન શકાય તેવા વિષાણુનો પણ ડર છે. ઘણા સમયથી એક ધારી જિંદગી ચાલતી હતી, હવે મિત્ર તેમાં પણ નવીનતા છે. – સુચિતા ભટ્ટ

સમાચાર

હે ઈશ્વર ફરીથી મન ભરીને જીવવાના દિવસો આવ્યા,
દોડધામભરી જિંદગીને શાંતિ નો સહારો મળ્યો….

ઘણા સમયથી ઊંઘ પણ રિસામણે હતી,
પણ હવે તે મૂડમાં રહે છે.

ઘણા સમયથી પેટની પણ ફરિયાદ હતી,
હવે એ પણ ખુશ ખુશ રહે છે.

ઘણા સમયથી લાગણીઓ પણ સૂની હતી,
હવે તેને પણ કોઈક સાંભળે છે.

ઘણા સમયથી ફક્ત દિવાલો સાથે જોડાણ હતું,
હવે પોતાના લોકો પણ સાથે છે.

ઘણા સમયથી હવાનો શ્વાસ રુંધાતો હતો,
હવે તે પણ મુક્ત મને લહેરાય છે.

ઘણા સમયથી ઈશ્વર એક ખૂણામાં હતા,
હવે ઈશ્વર દરેકના હોઠ પર છે.

ઘણા સમયથી ઘણા કાર્યમાં રાજનીતિ હતી,
હવે સર્વત્ર બસ એકતા ની ગાથા ગવાય છે.

ઘણા સમયથી પોતાની જાત સિવાય કોઈ શક્તિશાળી ન હતું,
હવે જોઈ ન શકાય તેવા વિષાણુનો પણ ડર છે.

ઘણા સમયથી એક ધારી જિંદગી ચાલતી હતી,
હવે મિત્ર તેમાં પણ નવીનતા છે.

– સુચિતા ભટ્ટ

TejGujarati