મારું લોકડાઉન પછીનું ભારત. – કુલીન પટેલ,( જીવ )

સમાચાર

એવું હશે ભારત લોકડાઉંન પછીનું …
શાકભાજી ની લારી માં સ્કીમ આવશે ..પાંચ કિલો પર બાળકો નું માસ્ક અને સેનિટાઇઝર ફ્રી અને દસ કિલો પર પરીવાર નાં પાંચ ફ્રી … કરિયાણા ની દુકાન પર કોલગેટ અને ડાબર નાં માસ્ક ડિસ્પ્લે પર લટકતાં જોવા મળશે … એવું હશે ભારત લોકડાઉંન પછીનું …
માણસ માણસથી ગભરાતો ચાલતો હશે એક મીટર ની દુરી પર … વગર માસ્કનો માણસ લાગતો હશે ગરીબડી ગાય જેવો … બહેનો બધી કાઇનેટિક પર ફરતી હશે એકસરખી મુખ પર માસ્ક લગાવીને … ઓળખવી થશે પણ અઘરી મમ્મી છે કે મુન્ની … એવું હશે ભારત લોકડાઉંન પછીનું …
વાહન માં puc ની જેમ માણસનો કોરોના નો રિપોર્ટ દર છ મહિને કંમ્પલ્સરી થયી જશે ..અને હોસ્પિટલો પર વાહનો ની જેમ માણસો ની લાંબી લાંબી લાઈનો લાગશે … એવું હશે ભારત લોકડાઉંન પછીનું ….
મકાનો ની બાલ્કનીઓ માં કપડાં સૂકવવા નાં તાર પર ફેમિલી દીઠ માસ્ક સુકાતા જોવા મળશે … રોડ રસ્તામાં ઉભેલા પાણીપુરી નાં ખુમચા પર માસ્ક લટકાવવા નાં સ્ટેન્ડ સાથે સેનિટાઇઝર પણ જોવા મળશે … એવું હશે ભારત લોકડાઉંન પછીનું ….
રોડ પર ટ્રાફિક પોલીસ વગર હેલમેટ સાથે વગર માસ્ક નો પણ દંડ ઉઘરાવતા નજરે પડશે …રોડ પરનાં મોટાં એડ્વર્ટાઇઝ નાં હોર્ડિંગ ની જેમ માણસો નાં મુખ પર નાં માસ્ક પર પણ એડ્વર્ટાઇઝ જોવા મળશે … એવું હશે ભારત લોકડાઉંન પછીનું …
શહેર ની ગલીઓ અને રસ્તાઓ ચોખ્ખી હવાપાણી અને પક્ષીઓ નાં કિલકિલાટ થી શોભતાં હશે અને રાત્રે ખુલ્લા કાળાં આકાશે ચાંદા અને તારલાઓ ટગમતાં દેખાશે … એવું હશે ભારત લોકડાઉંન પછીનું …
કુલીન પટેલ ,( જીવ )

TejGujarati