સંબંધો સુધરી ગયાં છે, સૌ સાથે ઘરમાં મોકો મળ્યો. જેના થકી નામ છે કોરોના. ડોકટર નર્સ પોલીસ ને સેના મેદાને છે, સૌ હરાવવા માત્ર એને જેનું નામ છે કોરોના. – પૂજન મજમુદાર.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત મનોરંજન રાજનીતિ સમાચાર

હાહાકાર મચાવ્યો છે નામ છે કોરોના
સમાચારમાં સમાયો છે નામ છે કોરોના

૨૧ રોજની ઘરબંધી નું આવરણ છે અહીં
પછી જ હળવેથી ભાગશે નામ છે કોરોના

સંબંધો સુધરી ગયાં છે સૌ સાથે ઘરમાં
મોકો મળ્યો જેના થકી નામ છે કોરોના

હાથ ધોઈ, મોં ઢાંકીને સૌથી દુરી રાખી
પ્રભુને પણ ભજું છું નામ છે કોરોના

વિશ્વ આખું ફફડી રહ્યું મોતના ભણકારે
ચેપ એનો હજુ ફેલાય છે નામ છે કોરોના

માનવતા તમામ લાગી ગઈ છે કામ પર
દિવસ રાત ભૂલીને સાવ નામ છે કોરોના

ડોકટર નર્સ પોલીસ ને સેના મેદાને છે સૌ
હરાવવા માત્ર એને જેનું નામ છે કોરોના

પૂજન મજમુદાર ૩/૪/૨૦૨૦

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply