લિટલ કિંગડમ સ્કુલ, નડિયાદ આયોજિત “કોરોના અવેરનેસ” સ્પર્ધા

સમાચાર

“અત્યારે ઘણાં લોકો ડીપ્રેશનનો શીકાર બની જાય તેવી પરિસ્થીતી પેદા થઇ છે. વિશ્વની મહાસતાઓ પણ આ વાઇરસના ઘુંટણીયે પડી ગઇ છે. ભલભલા અર્થશાસ્ત્રીઓ આવનારા ભવિષ્યના આંકડાઓ માંડવામાં ગોથા ખાય છે. ઘણી ઉચ્ચ કોટીની પ્રતિભાઓ પણ મહામારીનો ભોગ બનીને આ પ્લાનેટ પરથી વિદાઇ લઇ ચુકી છે.

આ લોકડાઉનનાં પિરીયડમાં તમે શું કર્યુ? તમારી પાસે રહેલુ જ્ઞાન વહેંચ્યુ?
આપણે ત્યાં એવુ કહેવાય છે કે કામ એવા કરવા કે મૃત્યુ પણ શરમાય જાય. લોકો આપણને યાદ કરે અને તે પણ સારા કાર્યો રુપે યાદ કરે તે ખુબ જરુરી છે.
તમારી પાસે જે કાંઇ કલા-કુશળતા છે તે અહીં મુકીને જાવ . વહેંચતા જાવ
વિશ્વના સૌથી સમૃદ્ધ લોકો અત્યારે કબરમાં પડયા છે. સ્મશાન કે કબ્રસ્તાનમાં. તે એક એવો પ્રદેશ છે કે જયાં લાખોની સંખ્યામાં ત્યાં ગયા છે કારણ એ મૃત્યુ પામ્યા હતા. અને સાથે સાથે મુલ્યવાન વિચારો, આઈડિયા, જ્ઞાન લેતા ગયા. જે ક્યારેય બહાર ન આવ્યા અને લોકોને ફાયદાકારક કે ઉપયોગી સાબિત ન થયા. આ બધું જ પંચમહાભૂત માં વિલીન થયા કે ભૂમીમાં દફન થયા.
અને હા સૌથી અગત્યની વાત જીવનને ભરપુર જીવો.દરેક ક્ષણનો આનંદ માણો. સમય સંજોગો ઉપર ક્યારે દોષના ઢોળો. જે છે તેને સ્વીકારો.
જીંદગી તમને જે સમયે જે કાંઇ આપે છે તે શ્રેષ્ઠ જ છે તેમ માની જીવો.

માનવ કલ્યાણના આઇડીયા સમાજ સાથે હંમેશા શેર કરો. તમારી પાસે રહેલા વ્યાવહારીક જ્ઞાનને સમાજમાં વહેંચો.
જ્યારે તમે આ દુનીયામાંથી વિદાય લો ત્યારે ખાલી થઇને વિદાય લો તેવો આત્મસંતોષ નો ગોલ રાખો.

વિશ્વભરમાં અને ભારતમાં પણ હાલ ફેલાયેલા કોરોના ના કારણે તમામ નાગરિકો પોતાના જ ઘરની અંદર કેદ છે.
આ સમયે બાળકો પણ નથી સ્કૂલે જઈ શકતા કે નથી ઘર પાસે પણ બહાર રમવા જઈ શકતા.
આના કારણે બાળકો મા એક પ્રકારનું ડિપ્રેશન પણ ઉદભવી શકે છે.
આથી, બાળકો ને આ પરેશાનીમાં થી બહાર લાવવા લિટલ કિંગડમ સ્કુલ, નડીઆદ ના સુ.શ્રી. કિર્તી પરમારે એક અનોખો પ્રયાસ આદર્યો છે.જે કદાચ સમગ્ર ભારત અને ગુજરાત ના સૌ પ્રથમ વાર હશે કે કોઈ સ્કુલ દ્વારા આ પ્રકારની “કોરોના અવેરનેસ” ઓનલાઇન સ્પર્ધા નું આયોજન કરાયું હોય.
વધુ વિગતો આપતા સુ.શ્રી. કિર્તીબેન પરમારે જણાવ્યું કે, હાલ વિદ્યાર્થીઓ પોતાના ઘરમાં જ કેદ છે અને બહારની દુનિયા ના સીધા સંપર્ક મા નથી. ઉપરાંત સ્કુલ પણ બંધ હોવાથી બાળકો ઘરમાં રહી ને કંટાળ્યા છે. આથી, અમારી લિટલ કિંગડમ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અમે એક ઓનલાઇન સ્પર્ધાનું આયોજન કર્યું છે જેનાથી બાળકોની સ્કીલ ડેવલપ થાય અને આંતરિક શક્તિ બહાર આવી શકે. વધુમાં આ પ્રકારની રચનાત્મક પ્રવુતિ ના કારણે બાળકો પ્રવૃતમય પણ રહી શકે. આ સ્પર્ધામાં ભાગ લેવા
કે.જી. થી લઇ ધોરણ ૧૦ સુધીના ૩ વર્ગથી ૧૫ વર્ષ સુધીની વય ધરાવતા બાળકો એ “કોરોના અવેરનેસ” ને લગતા પોસ્ટર તથા વિડિયો મોકલવા ના રહેશે.
આભાર.

TejGujarati